INDvsSA:મયંક અગ્રવાલનો વધુ એક ધમાલ, વિઝાગ બાદ પૂણેમાં ફટકારી સદી

India vs South Africa: ભારતીય ટીમના ઓપનિંગ બેસ્ટમેન મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા સામે પૂણે ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. 

INDvsSA:મયંક અગ્રવાલનો વધુ એક ધમાલ, વિઝાગ બાદ પૂણેમાં ફટકારી સદી

નવી દિલ્હી: ભારતીય ટીમના ઓપનિંગ બેસ્ટમેન મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી સદી ફટકારી છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ પૂણેમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. મયંક અગ્રવાલ (Mayank Agarwal)ની આ ટેસ્ટ કરિયરની બીજી સદી છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ડબ્બલ સેન્ચુરી ફટકારી હતી.  

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)ની વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયા(Team India)એ પ્લેઇંગ ઇલેવનમાં માત્ર એક જ બદલાવ કર્યો છે. જેમાં હનુમા વિહારીના સ્થાને ઉમેશ યાદવને પ્લઇંગ ઇલેવનમાં જગ્યા આપવામાં આવી છે. જોકે દક્ષિણ આફ્રિકાની ટીમમાં પણ એક બદલાવ કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા(South Africa)એ ડેન પિટની જગ્યાએ એનરિક નોર્ટજેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે. આ તેની પ્રથમ ટેસ્ટ મેચ છે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ સેમિફાઇનલમાં પહોંચી મેરી કોમ, આઠમો મેડલ પાક્કો 

પૂણેમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ગત ટેસ્ટ મેચમાં બંન્ને ઇનિંગ્સમાં સદી ફટકારનાર રોહિત શર્મા માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત રબાડાની બોલિંગમાં વિકેટ કિપર ડિકોકના હાથમાં કેચ આઉટ થયો હતો. રોહિત 10મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો તે સમયે ભારતનો સ્કોર 25 રન હતો.

રોહિત શર્મા ઓછા રન બનાવી આઉટ થયો પરંતુ, મયંક અગ્રવાલે બાજી સંભાળી હતી. તેને ચેતેશ્વર પૂજારાના રૂપમાં(Cheteshwar Pujara) એક જોરદાર સાથી મળ્યો હતો. આ બંન્નેએ ભારતના સ્કોરને લંચ બ્રેક સુધી વિકેટ ટકાવી રાખી હતી. જ્યારે લંચ બ્રેક સુધીમાં પૂજારા ફીફ્ટી મારીને આઉટ થયો હતો.. 

મયંક અગ્રવાલે ટી-બ્રેક સુધીમાં તેની સદી પૂર્ણ કરી હતી, તેણે 183 બોલમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. તેણે આ દરમિયાન 16 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. અગ્રવાલે 87 રન બનાવ્યા ત્યાં સુધી એક પણ સિક્સ ફટકારી નોહતી. પરંતુ તેણે સદીની નજીક પહોંચતાની સાથે જ સતત બે સિક્સો મારી 99 રન પર પહોંચ્યો હતો. તેણે ફોર મારીને સદી ફટકારીને હતી.

જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news