World cup 2019: આફ્રિકાને ઝટકો, ઈજાગ્રસ્ત સ્ટેન પ્રથમ મેચમાં નહીં રમે

ગિબ્સનના નિવેદનથી સ્ટેનના મેચમાં રમવા અંગે ચાલી રહેલી અટકળો પર વિરામ લાગી ગયો છે અને તે પણ નક્કી થઈ ગયું છે કે આ 35 વર્ષીય ફાસ્ટ બોલર હજુ સુધી સંપૂર્ણ ફિટ થઈ શક્યો નથી. 
 

World cup 2019: આફ્રિકાને ઝટકો, ઈજાગ્રસ્ત સ્ટેન પ્રથમ મેચમાં નહીં રમે

લંડનઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વિશ્વકપની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના કોચ ઓટિસ ગિબ્સને કહ્યું કે, આ દિગ્ગજ ફાસ્ટ બોલર ખભાની ઈજામાંથી સંપૂર્ણ ફિટ થયો નથી. 

ગિબ્સનના નિવેદનથી સ્ટેનની મેચમાં રમવાની અટકળો પર વિરામ લાગી ગયો છે અને આ સાથે તે પણ નક્કી થઈ ગયું કે આ 35 વર્ષીય બોલ અત્યાર સુધી સંપૂર્ણ પણે ફિટનેસ મેળવી શક્યો નથી. 

ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ બોલર સ્ટેનને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા દરમિયાન ખભામાં ઈજા થઈ હતી. ગિબ્સને પત્રકાર પરિષદમાં કહ્યું, તે પ્રત્યેક દિવસ તેની નજીક પહોંચી રહ્યો છે (પૂર્ણ ફિટનેસ હાસિલ કરવા). અમને આશા છે કે જો તે રવિવાર (બાંગ્લાદેશ વિરુદ્ધ)ના મેચમાં નહીં તો ભારત વિરુદ્ધ (5 જૂન) મેચ માટે તૈયાર હશે. 

કોચે ટીમના ટ્રેનિંગ સત્ર બાદ કહ્યું, 'તે અત્યાર સુધી સંપૂર્મ રીતે તૈયાર નથી અને અમારૂ માનવું છે કે છ સપ્તાહની ટૂર્નામેન્ટમાં હજુ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.'

ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી વિશ્વકપની પ્રથમ મેચ ગુરૂવારે ધ ઓવલમાં રમાશે. દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ ફાસ્ટ બોલર સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ હાસિલ કરી છે જ્યારે વનડેમાં તેના નામે 196 વિકેટ નોંધાયેલી છે. ટ્રેનિંગ દરમિયાન સ્ટેને જોગિંગ અને નાના રનઅપ સાથે બોલિંગ કરી હતી. ત્યારબાદ તે મેદાનની બહાર ચાલ્યો ગયો અને ફરી આવીને બેટિંગ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news