લાઇફસ્ટાઇલ ટીપ્સ: ખોટી રીતે બેસવું બનાવી શકે છે તમને વિકલાંગ, શું તમે આ ભૂલ નથી કરતા ને...
Life Style Tips: નોકરીનું સ્થળ હોય કે ઘર, તમે કેવી રીતે બેસો છો એ તમારા આરોગ્ય પર અસર કરી શકે છે, તમારા બેસવાની સ્ટાઇલ જો ખરાબ છે તો આવનારા સમયમાં તમે ગંભીર રોગના શિકાર બની છો અને વિકલાંગ પણ બની શકો છો. નોકરી કે ઘરના સ્થળે તમે તો આવી ભૂલ નથી કરી રહ્યા ને? જાણો વિગત
Trending Photos
નવી દિલ્હી: ઓફિસમાં કામકાજ દરમિયાન કે અન્ય કોઇ કામમાં વ્યસ્ત રહેવા દરમિયાન ખોટી રીતે બેસવાથી તમારા શરીરને મોટું નુકસાન થઇ શકે છે. એટલું જ નહીં ખોટી રીતે બેસવાથી તમે કાયમ માટે વિકલાંગ પણ થઇ શકો છો. આમ બેસવાની સ્ટાઇલ પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે. આજ કાલની વ્યસ્ત જીવનશૈલીમાં એવું ભાગ્યે જ બની શકે કે તમે ઉઠવા બેસવા બાબતે કાળજી રાખી શકો. ખાસ કરીને ઓફિસ સમયમાં તો આ કાળજી રાખવી ઘણી મુશ્કેલ છે. જેને પગલે આજકાલ અંદાજે 20 ટકા જેટલા યુવાનો પીઠ અને કમરના દુખાવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.
જાણકારોના અનુસાર એક જ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી કમરની માંસપેશીઓ અને કરોડરજ્જુ પર ભારે દબાણ આવે છે. તો દોઢા થઇને બેસવાથી કરોડરજ્જુના જોઇન્ટ ખરાબ થવાની સંભાવના વધી જાય છે અને હાડકાના સાંધા દુખાવા લાગે છે અને છેવટે ગરદનનો દુખાવો વધી જાય છે. જ્યારે લાંબા સમય સુધી ઉભા રહેવાથી પણ શરીર પર વિપરીત અસર પડે છે. ડોક્ટર્સનું કહેવું છે કે, શરીરને સીધું રાખવા માટે માંસપેશીઓને ઘણી તાકાતની જરૂર પડે છે. આ માટે જરૂરી છે કે ઉઠવા બેસવા માટે કાળજી રાખવામાં આવે.
અત્યંત ચોંકાવનારું...ભારતમાં 10માંથી 7 મહિલાઓ ધરાવે છે લગ્નેત્તર સંબંધ!, દગા પાછળ 'આ' છે કારણ
તમને જણાવીએ કે લાંબા સમય સુધી ઉભા રહેવાથી પગમાં લોહીની માત્રા વધી જાય છે. જેનાથી શરીરના અન્ય ભાગમાં લોહી પરિભ્રમણ ઓછું થાય છે અને એટલે જ લાંબો સમય ઉભા રહેવાથી થાક લાગવો, કમર અને ગરદનની માંસપેશીઓમાં દર્દ થવા લાગે છે. પીઠ અને કરોડરજ્જુના દુ:ખાવાની સમસ્યા વધી જાય છે, જેના લક્ષણોની વાત કરીએ તો વજનમાં ઘટાડો થવો, શરીરના તાપમાનમાં વધારો થવો તાવ આવવો, પીઠમાં સોજો આવવો, પગના નીચેના ભાગમાં અને ઘૂંટણમાં દુખાવો, ચામડી સુકી પડવી કે સુન્ન થઇ જવી આ બધા લક્ષણો દેખાવા લાગે છે.
સ્થૂળતા અને સ્વાસ્થ્યની સમસ્યાથી છો પરેશાન, તો માત્ર આ ઇલાજથી થશે ફાયદો
ડોક્ટર્સનું માનવું છે કે, યોગએ હઠીલા કમરદર્દ માટે એક સુરક્ષિત અને પ્રભાવી ઉપાય છે. કારણ કે આ કાર્યાત્મક વિકલાંગતાને ઓછી કરે છે. યોગ આ સ્થિતિની સાથે ગંભીર દર્દના ઘટાડામાં પણ પ્રભાવી અસરકારક સાબિત થાય છે. જો તમે સવારે ઉઠો છો કે ઓફિસમાં કામ કરી રહ્યા છો ત્યારે જો તમને કમર દર્દ થાય કે થાક અનુભવાય તો સમજવું કે તમારી ઉઠવા બેસવાની સ્ટાઇલ યોગ્ય નથી.
કમર, કરોડરજ્જુ અને ગરદન દર્દથી બચવું હોય તો ઉઠવા બેસવામાં કાળજી રાખવી જરૂરી છે. જો તમે ઓફિસ વર્ક કરો છો કે કોમ્પ્યુટર વર્ક કરો છો તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ, લાંબો સમય સુધી એક જ અવસ્થામાં બેસવું નહીં. આડી અવળી અવસ્થામાં બેસવું નહીં, ખુરશીમાં સીધા અને ટટ્ટાર બેસવું કે જેથી કમર સીધી રહે. સતત કામ કરવાને બદલે સમયાંતરે ઉભા થવું જોઇએ અને થોડા ડગલાં ચાલવું જોઇએ કે જેથી લોહી પરિભ્રમણ સરખું થઇ જાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે