IPL 2018 : ચેન્નઈમાં જાધવ અને રાજસ્થાનમાં જહીરનું સ્થાન લેશે આ ખેલાડી
આઈપીએલમાં ઈજાગ્રસ્ત થેલાડીઓના રિપ્લેસમેન્ટમાં ટીમો નવા ખેલાડીઓને મહત્વ આપી રહી છે.
- કેદાર જાધવે ચેન્નઈને પ્રથમ મેચમાં વિજય અપાવ્યો હતો
- મુંબઈનો પેટ કમિન્સ પણ થયો આઈપીએલમાંથી બહાર
- અફઘાનિસ્તાનનો જહીર ખાન પણ થયો બહાર
Trending Photos
ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નઈએ ઈજાગ્રસ્ત ખેલાડી કેદાર જાધવના સ્થાને 11મી સીઝન માટે ડેવિડ વિલીને સામેલ કર્યો છે. આઈપીએલ તરફથી બુધવારે જાહેર કરાયેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. જાધવને મુંબઈ વિરુદ્ધ રમાયેલી પ્રથમ મેચમાં ઈજા થઈ હતી. તેથી તેના સ્થાને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ડેવિડ વિલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેન્નઈનો ઓલરાઉન્ડર ખેલાડી અને મુંબઈ વિરુદ્ધ અંતિમ ઓવરમાં જીત અપાવનાર જાધવને સ્નાયૂઓ ખેંચાઈ જવાથી આઈપીએલમાંથી બહાર થવું પડ્યું છે. મુંબઈ સામેની પ્રથમ મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી.
ડેવિડે ઈંગ્લેન્ડ તરફથી પોતાના કેરિયરમાં અત્યાર સુધી 32 વનડે અને 20 ટી20 મેચ રમી છે. ચેન્નઈની આગામી મેચ 15 એપ્રિલે મોહાલીમાં પંજાબ વિરુદ્ધ રમાશે.
બીજીતરફ રાજસ્થાને ઈજાગ્રસ્ત સ્પિન ખેલાડી જહીર ખાનના સ્થાને ન્યૂઝીલેન્ડના લેગ સ્પિનર ઇશ સોઢીને ટીમમાં સામેલ કર્યો છે. વેબસાઇટ ઈએસપીએનક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, ફ્રેન્ચાઇઝીએ સોઢીને તેના આધાર મૂલ્ય 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
સોઢી આ સમયે આઈસીસી ટી-20 રેકિંગમાં ચોથા સ્થાન પર છે. જહીક અફઘાનિસ્તાનના તે ચાર ખેલાડીઓમાંથી છે જેની આ વર્ષે આઈપીએલમાં પસંદગી કરવામાં આવી હતી. તેને તેની બેઝ પ્રાઇઝ કરતા ત્રણ ગણી વધુ રકમ આપીને ખરીદવામાં આવ્યો હતો. સોઢીને આ પહેલા આઈપીએલમાં રમવાનો મોકો મળ્યો નથી. તે રાજસ્થાનની સાથે ડેબ્યૂ કરશે.
રાજસ્થાન બે વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરી રહી છે. તેને પ્રથમ મેચમાં હૈદરાબાદે 9 વિકેટે હરાવ્યું હતું. હવે તેનો સામનો બુધવારે દિલ્હી સામે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે