IPL 2018 : ક્રિસ લિનના અર્ધશતકથી કોલકાતાએ બેંગ્લુરુને હરાવ્યું 6 વિકેટે
કોલકાતાએ 19.1 ઓવરમાં ચાર વિકેટે 176 રન બનાવી જીત મેળવી
Trending Photos
બેંગ્લુરુ : બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શન પછી હવે ઓુપનર ક્રિસ લીનની અડધી સદીની મદદથી કોલકાતાએ રવિવારે રાત્રે ઇન્ડિયન પ્રીમિયર લિગમાં બેંગ્લુરુ વિરૂદ્ધ 6 વિકેટે જીત મેળવી છે. બેંગ્લુરુના 176 રનના ટાર્ગેટનો પીછો કરીને કોલકાતાએ ક્રિલ લીનના 52 બોલમાં સાત ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 62 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 19.1 ઓવરમાં ચાર વિકેટ પર 176 બનાવીને જીત મેળવી. કેપ્ટન દિનેશ કાર્તિકે 9 બોલમાં 23 રન બનાવ્યા.
કોલકાતાની ટીમ છ ઓવર રમી હતી ત્યારે હળવો વરસાદ થયો હતો અને બાદમાં અડધો કલાક બાદ મેચ શરૂ થઈ હતી.
આ અગાઉ કોલકાતાએ ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ પસંદ કરી હતી. બેંગલુરુ તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ રહીને સર્વાધિક 68 રન 44 બોલમાં ફટકાર્યા હતા, જ્યારે ઓપનર મેકુલમે 28 બૉલમાં 38 રન ફટકાર્યા હતા. 20 ઓવરના અંતે બેંગલુરુએ ચાર વિકેટે 175 રન કર્યા હતા. કોલકાતાના બોલર રસેલે 3 ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે