IPL 2019: ધોની ને ટક્કર આપવા પૃથ્વી શોનો હૂંકાર, ચેન્નઇને હરાવવા માટે દિલ્હી તૈયાર...

ઇન્ડિયન ટી20 લીગ (આઇપીએલ 2019)માં શુક્રવારે દિલ્હી અને ચેન્નઇ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. કેપ્ટન કુલ કહેવાતા ધોનીને દિલ્હીના યુવા ખેલાડીએ પૃથ્વી શોએ ટક્કર આપવા માટે હૂંકાર કર્યો છે. પૃથ્વીએ એક ઇન્ટરવ્યૂમાં ધોનીને પડકાર ફેંકતાં કહ્યું કે, ચેન્નઇને હરાવવા માટે દિલ્હી તૈયાર છે.

IPL 2019: ધોની ને ટક્કર આપવા પૃથ્વી શોનો હૂંકાર, ચેન્નઇને હરાવવા માટે દિલ્હી તૈયાર...

વિશાખાપટ્ટનમ: ઇન્ડિયન ટી20 લીગ (આઇપીએલ) માં શુક્રવારે દિલ્હી અને ચેન્નઇ વચ્ચે ક્વોલિફાયર-2 (Qualifier-2) ખરાખરીનો ખેલ થશે. ચેન્નઇ (Chennai Super Kings) ગત વર્ષની ચેમ્પિયન ટીમ છે અને એનું નેતૃત્વ અનુભવી ખેલાડી મહેન્દ્ર ધોની કરી રહ્યો છે. એવામાં જીત માટે ચેન્નઇ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પરંતુ દિલ્હીના યુવા ખેલાડી પૃથ્વી શોએ ધોનીને પડકાર ફેંક્યો છે. દિલ્હીની ટીમ પણ આ વખતે જોશથી ભરપૂર લાગે છે. દિલ્હીના ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) સાથેની વાતચીતમાં જોશ સ્પષ્ટ દેખાય છે. મેચ પૂર્વે આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે ચેન્નઇને હરાવવા માટેનો જુસ્સો વ્યક્ત કર્યો હતો. 

દિલ્હી કેપિટલ્સે બુધવારે સનરાઇઝ હૈદરાબાદને બે વિકેટથી હરાવી ક્વોલિફાયર-2માં પ્રવેશ કર્યો છે. હવે ફાઇનલમાં પહોંચવા માટે દિલ્હીએ શુક્રવારે રમાનાર ક્વોલિફાયર મેચમાં ચેન્નઇને હરાવવું જરૂરી છે. ક્વોલિફાયર મેચના વિજેતા ફાઇનલમાં મુંબઇ સાથે ટકરાશે. 

ક્વોલિફાયર મેચ પૂર્વે દિલ્હીના યુવા ઓપનર પૃથ્વી શોએ કહ્યું કે, અમને ખબર છે આ વર્ષે ચેન્નઇ સામે અમે એક પણ મેચ જીત્યા નથી. પરત શુક્રવારે મેચ અલગ હશે. આ અમારા માટે મોટો પડકાર છે અને અમે અસાધારણ દેખાવ કરવા માટે તૈયાર છીએ. 

પૃથ્વીએ કહ્યું કે, એમની પાસે કેટલાક અલગ બોલરો છે. સ્પિનર અને ફાસ્ટ બોલરોનો કોમ્બો છે. બંને પાસે ઘણો અનુભવ છે. એટલે અમારે અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે. પરંતુ અમે આ મેચને લઇને આશાવાદી છીએ. 19 વર્ષિય પૃથ્વી શોએ હૈદરાબાદ વિરૂધ્ધ 56 રન કર્યા હતા. આ સિઝનમાં પૃથ્વીએ 15 મેચમાં 348 રન કર્યા છે.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news