IPL 2020 KKR vs MI updates: મુંબઇને મળ્યો 149 રનનો ટાર્ગેટ

આઇપીએલ 2020ના 32મા મુકાબલામાં કલકત્તાએ નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 149 રનનો ટાર્ગેટનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. 

IPL 2020 KKR vs MI updates: મુંબઇને મળ્યો 149 રનનો ટાર્ગેટ

અબુધાબી: આઇપીએલ 2020ના 32મા મુકાબલામાં કલકત્તાએ નાઇટ રાઇડર્સ તરફથી મળેલા 149 રનનો ટાર્ગેટ પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સએ 3 ઓવરમાં 30-0 રનો સ્કોર બનાવી લીધો છે. ટીમના બેટ્સમેન રોહિત શર્મા (18) અને ક્વિંટન ડીકોક (7) ક્રીજ પર છે. 

આ પહેલાં કેકેઆર તરફથી હરફનમૌલા ખેલાડી પેટ કમિંસ 53 કેપ્ટને અણનમ રહેતા 39 રનની ઇનિંગ રમી. તો બીજી તરફ મુંબઇ તરફથી રાહુલ ચાહરે 2 વિકેટ લીધી હતી. 

મુંબઇને મળી ઝડપી શરૂઆત
એમઆઇના ઓપનર્સ રોહિત અને ડીકોકએ કેકેઆરના બોલર્સ પર હુમલો કરતાં પોતાની ટીમને ઝડપી શરૂઆત આપી છે. 

મુંબઇની ઇનિંગ શરૂ
149 રનનો ટાર્ગેટનો પીછો કરતાં મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ શરૂ થઇ ચૂકી છે. ટીમની ઓપનર જોડી ક્રીજ પર છે. 

કેકેઆરએ બનાવ્યો સન્માનજનક સ્કોર 
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં કેકેઆરની શરૂઆત ખરાબ રહી. 5 વિકેટ જલદી ગુમાવ્યા બાદ અંત સુધી અણનમ રહેતાં કેપ્ટન ઇયોન મોર્ગન 39 અને પેટ કમિંસ 53 રનની અણનમ ઇનિંગના લીધે કલકત્તાએ 20 ઓવરમાં 148-5 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો. 

કમિંસની ફીફ્ટી પુરી
પેટ કમિંસએ આ મુકાબલામાં દમદાર ઇનિંગ રમતાં 35 બોલમાં પોતાના આઇપીએલ કેરિયરની પ્રથમ ફીફ્ટી પુરી કરી. 

કમિંસએ સંભાળી કમાન
ટોપ બેટ્સમેન આઉટ થયા બાદ કેકેઆરના ઓલ રાઉન્ડર પેટ કમિંસે કમાલની ઇનિંગ રમતાં પોતાની ટીમની ખરાબ સ્થિતિને સુધારવાની જવાબદારી ઉઠાવી.

ન ચાલ્યો રસેલનો જાદૂ
આ આઇપીએલમાં કેકેઆરના હરફનમૌલા ખેલાડી આંદ્રે રસેલનું ફોર્મ ખરાબ ચાલી રહ્યું છે અને આજેપણ રસેલ 12 રન બનાવીને જસપ્રીત બુમરાહનો શિકાર બન્યા. 

કેકેઆરને બે બોલમાં બે ઝટકા
કલકત્તા નાઇટ રાઇડર્સને બે બોલમાં સતત બે ઝટક લાગી ગયા છે. મુંબઇના સ્પિનર રાહુલ ચાહરે શુભમન ગિલ 21 અને દિનેશ કાર્તિક 4 રન બનાવીને આઉટ કર્યા.

રાણા થયો આઉટ
આ આઇપીએલમાં પહેલી મેચ રમતાં મુંબઇના પેસર નાથન કુલ્ટર નાઇલએ કેકેઆરના નીતિશ રાણાને 5 રન પર કેચ આઉટ કરાવ્યો. 

કલકત્તા નાઇટ રાઇડર્સની પ્રથમ વિકેટ પડી
મુંબઇ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે કેકેઆરના રાહુલ ત્રિપાઠીને સુર્યકુમાર યાદવનો શાનદાર કેચ પકડી 7 રન પર પેવેલિયન મોકલી દીધા.  

કલકત્તાની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમની શરૂઆત થઇ ચૂકી. ટીમની ઓપનર જોડી ક્રીજ પર છે. 

મુંબઇ ઇન્ડિયન્સ સંભવિત પ્લેઇંગ XI: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિંટન ડિકોડ (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિનસન, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ.

કલકત્તા નાઇટ રાઇડર્સ સંભવિત પ્લેઇંગ XI: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, ટોમ બેન્ટન, ઇયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકિપર), આંદ્રે રસેલ, નીતીશ રાણા, કમલેશ નાગરકોટી, વરૂણ ચક્રવર્તી, પ્રસિદ્ધ કૃણા અને પેન્ટ કમિંસ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news