IPL 2022ની મેગા ઓક્શનમાં મોટી દુર્ઘટના; IPL ઓક્શન હ્યુજ એડમિડ્સ મંચ પરથી ઢળી પડ્યા

Auctioneer Hugh Edmeades collapses on stage:હરાજી કરનાર હ્યુજ એડમિડ્સની તબિયત નાદુરસ્ત હોવાને કારણે હરાજી બપોરે 3.30 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે. IPL હરાજી કરનાર અને બ્રિટનના હ્યુજ એડમિડ્સ જ્યારે શ્રીલંકાને વનિન્દુ હસરંગા માટે બોલી લગાવી રહ્યા હતા ત્યારે તેઓ બેહોશ થઈને મંચ પરથી નીચે પડ્યા હતા.

IPL 2022ની મેગા ઓક્શનમાં મોટી દુર્ઘટના; IPL ઓક્શન હ્યુજ એડમિડ્સ મંચ પરથી ઢળી પડ્યા

નવી દિલ્હીઃ IPL 2022ની મેગા ઓક્શન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. IPL હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ અચાનક સ્ટેજ પરથી બેભાન થઈને પડી ગયા હતા, ત્યારબાદ IPL હરાજી અધવચ્ચે અટકાવવી પડી હતી. IPLની હરાજી દરમિયાન હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ અચાનક બીમાર થઈ ગયા અને બેહોશ થઈ ગયા. હરાજી કરનાર ઓક્શનર બેહોશ થઈ ગયા પછી ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

અચાનક બેહોશ થઈને સ્ટેજ પરથી નીચે પડ્યા ઓક્શનર હ્યુજ એડમિડ્સ
હરાજી કરનાર હ્યુજ એડમિડ્સની તબિયત નાદુરસ્ત હોવાને કારણે હરાજી બપોરે 3.30 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે. IPL હરાજી કરનાર અને બ્રિટનના હ્યુજ એડમિડ્સ જ્યારે શ્રીલંકાને વનિન્દુ હસરંગા માટે બોલી લગાવી રહ્યા હતા ત્યારે તેઓ બેહોશ થઈને મંચ પરથી નીચે પડ્યા હતા. હસરંગાની બોલી 10.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે પછી તે અચાનક બેહોશ થઈ ગયા. હરાજી કરનાર હ્યુજ એડમિડ્સને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, હ્યુજ એડમિડ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ સારી છે. આજે તેઓ ઓક્શનમાં ભાગ લેશે નહીં, આવતીકાલે તેઓ ફરીથી ઓક્શનમાં જોડાશે. તેમના સ્થાને આજે ચારું શર્મા હરાજી કરાવશે. આઈપીએલ સાથે જોડાયેલા સૂત્રો અને હોસ્પિટલ તરફથી મળતી માહિતી પ્રમાણે  હ્યુજ એડમિડ્સને હાઈપર ટેન્શનના કારણે સ્ટેજ પરથી નીચે પછડાયા હતા.

કોણ છે હરાજી કરનાર હ્યુજ એડમિડ્સ?
હ્યુજ એડમિડ્સ વિશ્વના પ્રખ્યાત હરાજી કરનાર (ઓક્શનર) છે. હ્યુજ એડમિડ્સ વર્ષ 2019 થી IPL ઓક્શન કરાવી રહ્યા છે. તેમણે 3 વર્ષ પહેલા રિચર્ડ મેડલીનું સ્થાન લીધું હતું. હ્યુજ એડમિડ્સની ઉંમર 60 વર્ષ છે અને તેમણે વિશ્વભરમાં 2700 થી વધુ હરાજી કરી છે. એડમિડ્સ દ્વારા વર્ષ 1984માં પ્રથમ હરાજી હાથ ધરવામાં આવી હતી. એડમિડ્સ બ્રિટિશ ઓક્શન હાઉસમાં કામ કર્યું છે અને ત્યાં 3 લાખથી વધુ વસ્તુઓની હરાજી કરાવી ચૂક્યા છે. એટલું જ નહીં તે લંડનમાં યોજાયેલી નેલ્સન મંડેલા ગાલાની પણ હરાજી કરાવી હતી.

ઓક્શનથી પહેલા જોશમાં હતા હ્યુજ એડમિડ્સ
ઓક્શન પહેલા એક્શનર હ્યુજ એડમિડ્સ ખૂબ જ ઉત્સાહિત હતા. Admeeds cricket.com ને જણાવ્યું કે, 'મેં આટલી મોટી હરાજી ક્યારેય કરી નથી. આઈપીએલની હરાજી લાંબા સમય સુધી ચાલે છે. મને એ પણ ખબર નથી કે હરાજી માટે મારી અંદર ઊર્જા ક્યાંથી આવે છે. બે દિવસની હરાજી પછી 14 ફેબ્રુઆરીએ લંડન પરત ફરતી વખતે હું સારી રીતે ઊંઘીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news