RR vs RCB: 14 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી રાજસ્થાન રોયલ્સ, બટલરે સિક્સર ફટકારી અપાવી જીત
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2022 ની બીજી ક્વાલિફાયના મુકાબલામાં રાજ્સ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને સાત વિકેટે માત આપી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ કમાલ કર્યો છે. બેટ્સમેનોના દમ પર જ રાજસ્થાનને ફાઇનલ સુધી પહોંચાડી છે.
Trending Photos
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2022 ની બીજી ક્વાલિફાયના મુકાબલામાં રાજ્સ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને સાત વિકેટે માત આપી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ કમાલ કર્યો છે. બેટ્સમેનોના દમ પર જ રાજસ્થાનને ફાઇનલ સુધી પહોંચાડી છે. રાજસ્થાન ટીમ બીજીવાર આઇપીએલની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમે શેન વોર્નની કેપ્ટનશિપમાં પહેલો ખિતાબ જીત્યો હતો.
રાજસ્થાન રોયલ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ સાત વિકેટની શાનદાર જીત નોંધાવી હતી. જોસ બટલરની 106 રનની ઇનિંગના લીધે રાજસ્થાને બેંગ્લોરને 158 રનના ટાર્ગેટને 11 બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો.
🚨 BRILLIANT BUTTLER 🚨
Fourth 💯 of the #TATAIPL 2022 for Jos Buttler! 🙌 🙌 #RRvRCB | @rajasthanroyals
Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Z61RJZGrkN
— IndianPremierLeague (@IPL) May 27, 2022
14 વર્ષ બાદ રાજસ્થાનની ટીમ ફાઇનલમાં પહોંચી છે. તો બીજી તરફ હારની સાથે આરસીબીનું ખિતાબ જીતવાનું સપનું તૂટી ગયું છે. રાજસ્થાનની આ જીતન હીરો બટલર રહ્યા. બટલરે સિક્સર ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. બટલરે 60 બોલમાં અણનમ 106 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 10 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી. બટલરની આ સીઝનમાં આ ચોથી સદી છે. આ સાથે જ તે એક સીઝનમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલીની સાથે સંયુક્ત રૂપથી પહેલાં નંબર પર પહોંચી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે