પંજાબ કોંગ્રેસ, UP સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક, ત્રણ દિવસમાં ચોથો સરકારી વિભાગ હેકર્સની ઝપેટમાં

પંજાબ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું. યોગી સરકારનું આ અધિકૃત એકાઉન્ટ લગભગ 9 મિનિટ સુધી હેક રહ્યું. 

પંજાબ કોંગ્રેસ, UP સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક, ત્રણ દિવસમાં ચોથો સરકારી વિભાગ હેકર્સની ઝપેટમાં

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. એકાઉન્ટ હેક થયા બાદ NFT ટ્રેડિંગ અંગે ટ્વીટ કરાઈ છે. આ સાથે જ હેકર્સે અનેક અજાણ્યા લોકોને ટેગ કરીને ઢગલો ટ્વીટ્સ કરી છે. દેશની સરકારી સંસ્થાઓ ઉપર પણ સાઈબર એટેકના મામલા વધી રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થયું. યોગી સરકારનું આ અધિકૃત એકાઉન્ટ લગભગ 9 મિનિટ સુધી હેક રહ્યું. 

પંજાબ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક
હેકર્સે પંજાબ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરીને તેનો પ્રોફાઈલ ફોટો અને કવર ફોટો પણ બદલી નાખ્યો. આ એકાઉન્ટથી ટ્વીટ કરીને કહેવાયું કે 'Beanz અધિકૃત સંગ્રહના પ્રગટીકરણના ઉત્સવ હેઠળ અમે આગામી 24 કલાક માટે કમ્યુનિટીના તમામ સક્રિયા NFT વેપારીઓ માટે એક એરડ્રોપ ખોલી નાખ્યું છે.'

छवि

યોગી સરકારનું ટ્વિટર એકાઉન્ટ હેક
આજે સવારે 11 વાગ્યે ને 21 મિનિટ પર આ એકાઉન્ટ હેક કરાયું. જેને જો કે ગણતરીની મિનિટોમાં રિકવર કરી લેવાયું હતું. છેલ્લા 3 દિવસમાં ભારતનું આ ચોથું સરકારી ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે. 

UP सरकार का ट्विटर अकाउंट हैक, तीन दिन में चौथे सरकारी विभाग को बनाया गया निशाना

આ અગાઉ આ એકાઉન્ટ  થયા હતા હેક
અત્રે જણાવવાનું કે હાલ હેકર્સ ખુબ એક્ટિવ છે. આ અગાઉ ગઈ કાલે એટલે કે 10મી એપ્રિલે હેકર્સે યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (UGC) અને 9 એપ્રિલે યુપીના મુખ્યમંત્રી કાર્યાલયનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કર્યું હતું. ત્યારબાદ યુપી સરકારે શનિવારે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયનું અધિકૃત ટ્વિટર હેન્ડલ હેક કરવા બદલ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

હવામાન વિભાગનું પણ એકાઉન્ટ થયું હતું હેક
આ સાથે જ ઈન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) નું પણ ટ્વિટર એકાઉન્ટ શનિવારે સાંજે હેક કરાયું હતું. આઈએમડીના ડાઈરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ટ્વિટર હેન્ડલ હેક કરાયું છે અને અમે તેને બહાલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. હવામાન ખાતાનું એકાઉન્ટ રિકવર કરવામાં લગભગ 2 કલાકનો સમય ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news