IPL 2023 Final GT vs CSK: જો વરસાદથી મેચ ધોવાઈ જાય તો ફાઈનલમાં કોણ બનશે ચેમ્પિયન? ગુજરાત કે ચેન્નાઈ...જાણો સમીકરણ

IPL 2023 Final: ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL 2023) ના ફાઈનલ મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાત ટાઈટન્સે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું આ ફાઈનલ મેચને લઈને બધાની નજર વરસાદ પર રહેશે.

IPL 2023 Final GT vs CSK: જો વરસાદથી મેચ ધોવાઈ જાય તો ફાઈનલમાં કોણ બનશે ચેમ્પિયન? ગુજરાત કે ચેન્નાઈ...જાણો સમીકરણ

ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL 2023) ના ફાઈનલ મુકાબલામાં આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાત ટાઈટન્સે ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનથી હરાવ્યું હતું અને ફાઈનલમાં જગ્યા પાક્કી કરી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવ્યું હતું. 

વરસાદ પર નજર
આ ફાઈનલ મેચને લઈને બધાની નજર વરસાદ પર રહેશે. Accuweather ના જણાવ્યાં મુજબ અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદની 40 ટકા શક્યતા છે. અમદાવાદમાં લગભગ 2 કલાક છૂટો છવાયો વરસાદ પડે તેવી વકી છે. આ સાથે જ સાંજે સૂર્યાસ્ત બાદ વરસાદ પડે તો 50 ટકા પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે રિપોર્ટમાં કહેવાયું છે કે રવિવારે અમદાવાદમાં ભારે વરસાદના ચાન્સ નથી પરંતુ આકાશમાં વાદળો છવાયેલા રહેવાથી છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. 

આ વખતે કોઈ રિઝર્વ ડે નથી
આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં રિઝર્વ ડે હતો. પરંતુ આ વખતે ફાઈનલમાં કોઈ રિઝર્વ ડે નથી રાખવામાં આવ્યો. આથી આઈપીએલ 2023ના વિજેતાનો નિર્ણય મેચના દિવસે જ એટલે કે આજે જ થશે. ફાઈનલ સાંજે 7.30 વાગે શરૂ થવાની છે. આવામાં જો વરસાદ પડે તો 9.40 સુધીમાં ખેલ શરૂ થવાની સ્થિતિમાં ઓવર્સમાં કોઈ કાપ મૂકાશે નહીં. ત્યારબાદ પણ જો હવામાન દગો દે તો 5-5 ઓવરની મેચ માટે કટ ઓફ ટાઈમ 11.56 રહેશે. જો 11.56 સુધી પણ રમત શરૂ ન થાય તો સુપર ઓવરનો વિકલ્પ ઉપયોગમાં લેવાશે. 

એક પણ બોલ ન ફેંકાય તો?
જો મુકાબલામાં વરસાદના પગલે સુપરઓવરનો પ્રયોગ પણ ન થયો અને એક પણ બોલ ન ફેંકવામાં આવ્યો તો ગુજરાત ટાઈટન્સની ટીમ મેચ જીતે. અત્રે જણાવવાનું કે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. જ્યારે ચેન્નાઈ બીજુ સ્થાન મેળવ્યું. ગુજરાતે 14માંથી 10 મેચ જીતીને 20 પોઈન્ટ મેળવ્યા હતા. તેનો રન રેટ 0.809 હતો. બીજી બાજુ સીએસકેએ 14 મેચમાંથી 8 મેચમાં જીત મેળવી હતી અને 17 અંક મેળવ્યા હતા. 

પ્લેઓફ મેચો માટે આ છે નિયમ
આઈપીએલ પ્લેઈંગ કન્ડિશન મુજબ ફાઈનલ એલિમિનેટર, ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 મેચ જો ટાઈ થાય, કોઈ પરિણામ ન નીકળે તો આ નિયમો લાગૂ થશે. 

16.11.1: આ ટીમો સુપર ઓવરમાં એક બીજાનો મુકાબલો કરશે. જ્યારે ફાઈનલમાં વીજેતા નક્કી કરવાનો હોય, અને

16.11.2: જો મેચમાં સુપર ઓવર ન થઈ શકે તો વિનરનો નિર્ણય આઈપીએલની પ્લેઈંગ કન્ડિશનના એપેન્ડિક્સ એફ મુજબ થશે. એપેન્ડિક્સ એફ મુજબ લીગ સ્ટેજમાં જે પણ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હશે તેને વિનર જાહેર કરવામાં આવશે. 

ગુજરાત ટાઈટન્સ સ્કવોડ: ઋદ્ધિમાન સાહા (વિકટકિપર), શુભમન ગિલ, સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, મોહમ્મદ શમી, જોશુઆ લિટિલ, શ્રીકર ભારત, શિવમ માવી, ઓડિયન સ્મિથ, આર સાઈ કિશોર, પ્રદીપ સાંગવાન, મેથ્યુ વેડ, જયંત યાદવ, દાસુકા શનાકા, અભિનવ મનોહર, અલ્ઝારી જોસેફ, દર્શન નાલકંડે, ઉર્વિલ પટેલ, યશ દયાલ

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબતિ રાયડુ, એમએસ ધોની(કેપ્ટન વિકેટકિપર), રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષ્ણા, મથીશા પથિરાના, મિચેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, આકાશ સિંહ, બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, સિસાંડા મગાલા, અજય યાદવ મંડલ, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, રાજવર્ધન સિંહ હેંગરગેકર, ભગત વર્મા, નિશાંત સિંધુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news