IPL 2023: ટીમ ઇન્ડીયામાંથી બહાર થયેલા આ બે ખેલાડી આઇપીએલ ઓક્શનમાં થશે માલામાલ, કરોડોમાં લાગશે બોલી!
IPL 2023 Players Auction: આઇપીએલ 2023 ના ઓક્શનમાં ટીમ ઇન્ડીયામાંથી બહાર કરવામાં આવેલા બે ખેલાડી માલામાલ થઇ શકે છે. આ બંને ખેલાડીની બેસ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે.
Trending Photos
IPL 2023 Players Auction Final List: ઇન્ડીયન પ્રીમિયર લીગ 2023 માટે બીસીસીઆઇએ પોતાની તૈયારીઓ પુરી કરી લીધી છે. 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં કુલ 405 ખેલાડીઓની કિસ્મતનો ફેંસલો થશે. આ ઓક્શનમાં 273 ભારતીય ખેલાડી અને 132 વિદેશી ખેલાડી ભાગ લેશે. ખાસ વાત એ છે કે આ 405 ખેલાડીઓની યાદીમાં ફક્ત 2 જ ભારતીય એવા છે જેની બેસ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા છે. આ બંને ખેલાડી હાલ ટીમ ઇન્ડીયામાંથી બહાર છે.
1 કરોડની બેસ પ્રાઇસમાં ફક્ત 2 ભારતીય ખેલાડી
આઇપીએલ 203 ના ઓક્શમાં 10 ફ્રેંચાઇઝીઓની પાસે કુલ 87 સ્લોટ જ બાકી છે, એટલે કે તમામ 10 ટીમોને મિક્સ કરીને 87 ખેલાડીઓ ખરીદવાના છે. આ વખતે સૌથી વધુ 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઇસમાં કુલ 19 ખેલાડી છે. આ તમામ વિદેશી છે. ત્યારબાદ 1.5 કરોડની બેસ પ્રાઇસમાં 11 ખેલાડી સામેલ છે અને 1 કરોડના બેસ પ્રાઇસમાં 20 ખેલાડીના નામ છે. આ 20 માંથી ભારતના 2 ખેલાડી જ સામેલ કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે આ બંનેમાંથી જે ખેલાડી પર પણ બોલી લાગશે તેનું કરોડપતિ બનવું પાકુ છે. આ બે ખેલાડી મનીષ પાંડે અને મયંક અગ્રવાલ છે.
આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: Crash Test: Maruti ની આ 3 કારને Safety મામલે મળ્યો 1 સ્ટાર
ગત સિઝનમાં કેપ્ટન તરીકે મળ્યું હતું સ્થાન
આઇપીલ 2023 (IPL 2023) પહેલાં પંજાબ કિંગ્સ (Punjab Kings)એ મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને કેપ્ટનપદેથી દૂર કર્યા છે. નકી કેપ્ટનશિપમાં ટીમ વધુ સફળ ન રહી, એટલા માટે તેમની જગ્યાએ આગામી સિઝનમાં શિખર ધવન (Shikhar Dhawan) કેપ્ટનશિપ કરતાં જોવા મળશે. મયંક અગ્રવાલે ભારત માટે હજુ સુધી કુલ 21 ટેસ્ટ મેચ રમ્યા છે. મયંકના નામ આ મેચોમાં 41.33 ની સ્રેરાશથી 1488 રન બનાવ્યા છે. પરંતુ મયંકને આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાના વિરૂદ્ધ છેલ્લે ટીમમાં સ્થાન મળ્યું હતું.
વર્ષ 2021 માં ભારત માટે રમે અંતિમ મેચ
મનીષ પાંડે (Manish Pandey) ગત આઇપીએલ સિઝનમાં લખનઉ સુપર જાઇન્ટ્સનો ભાગ હતો. પરંતુ ખરાબ રમતના લીધે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. મનીષ પાંડેએ ટીમ ઇન્ડીયા માટે અત્યાર સુધી 39 ટી-20 ઇન્ટરનેશનલ મુકાબલા રમ્યા છે, જેમાં તેમણે 44.31 સરેરાશ અને 126.15 ની સ્ટ્રાઇક રેટથી 709 રન બનાવ્યા. તેમણે ભારત માટે પોતાની અંતિમ મેચ જુલાઇ 2021 માં રમી હતી.
આ પણ વાંચો: 'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે