IPL: બોલરોની ધોલાઈ થવાની છે નક્કી, ધોનીએ લગાવ્યા લાંબા-લાંબા શોટ્સ, જુઓ Video

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે. તે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમની નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેટિંગનો વીડિયો શેર કર્યો છે.

IPL: બોલરોની ધોલાઈ થવાની છે નક્કી, ધોનીએ લગાવ્યા લાંબા-લાંબા શોટ્સ, જુઓ Video

ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhonii) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14મી સિઝન માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. તે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમની નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે. ધોની લાંબા-લાંબા શોટ્સ ફટકારી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેટિંગનો વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

માહી ઓલ ધ વે:
ધોની  (Mahendra Singh Dhonii) નેટ્સમાં શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. તે ઝડપી બોલર અને સ્પિનરો સામે સારા શોટ્સ ફટકારી રહ્યો છે. સીએસકેના આ વીડિયોમાં ધોની મોટી-મોટી સિક્સ ફટકારતો જોવા મળી રહ્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેનું કેપ્શન આપ્યું છે - માહી ઓલ ધ વે... થાલા... વ્હિસલપોડુ... યેલો લવ.

13મી સિઝન સીએસકે માટે ખરાબ રહી:
ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે આઈપીએલની છેલ્લી સિઝન અત્યંત ખરાબ રહી હતી. ફ્રેન્ચાઈઝી 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલની 14મી સિઝન માટે તૈયારીઓમાં લાગી છે. આ સિઝનમાં સીએસકે જોરદાર વાપસી કરવા ઈચ્છે છે. તેના માટે ખેલાડીઓએ ટ્રેનિંગ કેમ્પમાં જોડાવાનું શરૂ કરી દીધું છે.

— Chennai Super Kings (@ChennaiIPL) March 11, 2021

પ્રેક્ટિસ સેશનમાં નવા ખેલાડીઓ પણ જોડાયા:
આ પહેલા ખેલાડીઓને કોરોના નિયમો પ્રમાણે ક્વોરન્ટાઈન થવું પડતું હતું અને RT-PCR ટેસ્ટમાં નેગેટીવ આવ્યા પછી તેમણે અભ્યાસ શરૂ કર્યો. હાલમાં થયેલ ખેલાડીઓની હરાજીમાં ટીમની સાથે જોડાયેલ તમિલનાડુના એન.જગદીશન, આર સાઈ કિશોર અને સી હરિ નિશાંતે ધોની અને રાયડૂની સાથે પ્રેક્ટિસ કરી. શિબિરમાં નવો બોલર હરિશંકર રેડ્ડી પણ છે. આઈપીએલની શરૂઆત 9 એપ્રિલે થશે. જ્યારે ચેન્નઈની ટીમ પોતાના અભિયાનની શરૂઆત દિલ્લી કેપિટલ્સ સામે 10 એપ્રિલે કરશે.

ચેન્નઈ સુપર કિંગ્સની ફૂલ સ્ક્વોડ:
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), અંબાતી રાયડુ, સી હરિ નિશાંત, ચેતેશ્વર પૂજારા, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાફ ડૂ પ્લેસીસ, મોઈન અલી, નારાયણ જગદીશન, હરિશંકર રેડ્ડી, ઈમરાન તાહિર, જોશ હેઝલવુડ, કે ભગત વર્મા, કે ગૌતમ, કર્ણ શર્મા, કેએમ આસિફ, લુંગી એન્ગીડી, મિશેલ સેન્ટેનર, રવિન્દ્ર જાડેજા, આર સાઈ કિશોર, રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, સેમ કરન, શાર્દુલ ઠાકુર, સુરેશ રૈના.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news