મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો... નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરાયલ?

Middle East News:ઇઝરાયલના પૂર્વ પીએમ અને કટ્ટરપંથી વિપક્ષી નેતા નફ્તાલી બેનેટે કહ્યું છે કે મધ્ય પૂર્વના નકશાને બદલવાની 50 વર્ષમાં ઇઝરાયેલ માટે આ પ્રથમ મોટી તક છે. મોટો સંકેત આપતા તેમણે એક રીતે નેતન્યાહુને લીલી ઝંડી આપી દીધી છે.

મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો... નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરાયલ?

Israel Iran War: આખરે તે થયું જેની અટકળો લગાવવામાં આવી રહી હતી. ઈરાને પલટવાર કરતા ઇઝરાયલ પર હુમલો કર્યો છે. ઈરાન તરફથી ઇઝરાયલ પર આશરે 180 મિસાઈલ ઝીંકવામાં આવી હતી. તેનાથી તણાવ ખુબ વધી ગયો છે. હવે ઇઝરાયલી સેના પણ આર-પારના મૂડમાં છે. આ વચ્ચે સંકેત મળ્યો છે કે ઈરાન પર ઇઝરાયલ મોટો હુમલો કરવાનું છે. તે પણ સંભવ છે કે ઇઝરાયલ ઈરાનના પરમાણુ શસ્ત્રાગાર પર હુમલો કરી શકે છે. ખાસ વાત છે કે ઇઝરાયલના વિપક્ષ તરફથી પણ નેતન્યાહુને લીલી ઝંડી મળી ગઈ છે.

નેફ્ટાલી બેનેટે આપ્યો મોટો સંકેત!
ઇઝરાયલના પૂર્વ પ્રધાનમંત્રી અને વિપક્ષના કટ્ટરપંથી નેતા નેફ્ટાલી બેનેટે મોટો સંકેત આપતા એક રીતે નેતન્યાહુને લીલી ઝંડી આપી છે. પોતાની એક પોસ્ટમાં બેનેટે કહ્યું કે ઇઝરાયલની પાસે 50 વર્ષમાં આ સૌથી મોટી તક છે, જ્યારે મિડલ ઈસ્ટનો નક્શો બદલી સકાય છે. તેમણે કહ્યું કે ઇઝરાયલે હવે ઈરાનની ન્યૂક્લિયર ફેસિલિટી પર હુમલો કરવો જોઈએ.

Add Zee News as a Preferred Source

મોટો હુમલો કરવાની તૈયારીમાં ઇઝરાયલ
નેફ્ટાલી બેનેટનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલ ઈરાન પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. તે પણ સત્ય છે કે મિડલ ઈસ્ટ યુદ્ધના દોરમાં પહોંચી ગયું છે, જ્યાં અમેરિકા હવે સીધું સામેલ થઈ રહ્યું છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા ઇઝરાયલી હુમલાના તત્કાલ બાદ મોટી શક્તિઓ એક્ટિવ થઈ ગઈ છે. અમેરિકા બ્રિજન જેવા દેશોએ તત્કાલ ઈરાનના હુમલાની આલોચના કરી છે.

ઈઝરાયલ મૌન રહેશે નહીં
બીજીતરફ ઈરાની સેનાએ મંગળવારે ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. હુમલામાં મુખ્ય રૂપથી સૈન્ય અને સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક નિવેદનનો હવાલો આપતા આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સે પુષ્ટિ કરી છે કે ઈરાને ઈઝરાયલ તરફ મોટી સંખ્યામાં મિસાઇલો છોડી છે. આઈઆરજીસીએ ધમકી આપી છે કે જો ઇઝરાયલ જવાબ આપે છે તો તે બીજો હુમલો કરશે. પરંતુ હવે ઈઝરાયલ ચૂપ બેસવાનું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news