'સેક્સ ફોર સિલેક્શન' સ્ટિંગ: ક્રિકેટર રાહુલ શર્માએ અકરમ પર લગાવ્યો આરોપ
નવોદિત ક્રિકેટર રાહુલ શર્માએ કથિત રીતે અકરમ પર આરોપ લગાવતાં કહ્યું કે તેમને ટીમમાં સિલેક્શન માટે 'પૈસા અને સુવિધાઓ' આપવાની માંગ કરવામાં આવી.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવનાર એક ક્રિકેટરે આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લાના એક્ઝિક્યૂટિવ મો અકરમ સૈફી પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે તેણે યૂપી સ્ટેટ ટીમમાં રમવાની અવેજમાં 'કોલગર્લ'ની વ્યવસ્થા કરવા માટે કહ્યું. હિંદી ન્યૂઝ ચેનલ News 1 એ એક સ્ટિંગ ઓપરેશનમાં આ દાવો કર્યો છે. તેમાં નવોદિત ક્રિકેટર રાહુલ શર્માએ કથિત રીતે અકરમ પર આરોપ લગાવતાં કહ્યું કે તેમને ટીમમાં સિલેક્શન માટે 'પૈસા અને સુવિધાઓ' આપવાની માંગ કરવામાં આવી. રાહુલ શર્માએ એ પણ કથિત આરોપ લગાવ્યો કે અકરમ બીસીસીઆઇના એજ-ગ્રુપ ટૂર્નામેંટમાં રમવા માટે પ્લેયર્સના ડુપ્લીકેટ ઉંમરનો દાખલો આપવાની વ્યવસ્થા કરે છે.
ન્યૂઝ ચેનલમાં આ મુદ્દે ફોન પર વાતચીતની એક ટેપ પણ પ્રસારિત કરવામાં આવી છે. આ ટેપ કથિત રીતે અકરમ અને રાહુલ શર્મા વચ્ચેની વાતચીતની છે. તેમાં અકરમ, રાહુલ શર્માને દિલ્હીની ફાઇવ સ્ટાર્સ હોટલમાં છોકરી મોકલવાની વાત કહી રહ્યા છે. અકરમનો ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનમાં સારો દબદબો છે. આ ટેપમાં અકરમ કથિત રીતે શર્માને વાયદો પણ કરે છે કે કેટલીક મેચો બાદ તેનું નામ પણ ટીમમાં સામેલ કરવામાં આવશે.
આ સાથે જ ચેનલમાં કેટલાક અન્ય પ્લેયર્સને પણ આપવામાં આવ્યો, જેમણે આરોપ લગાવ્યો કે યૂપીમાં સિલેક્ટર્સ સ્ટેટ ટીમમાં નામ સમાવવા માટે લાંચ માંગે છે. ઉલ્લેખનીય છે કે અકરમ યૂપી ક્રિકેટ એસોસિએશનમાં કોઇ પદ પર નથી પરંતુ આ ક્રિકેટર્સનું કહેવું છે કે પડદા પાછળ અકરમની મોટી ભૂમિકા હોય છે.
આ સંબંધમાં અકરમે ધ ઇન્ડીયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે આ આરોપો પાયાવિહોણા છે અને તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ''જો છોકરો કહી રહ્યો છે કે તેણે મને કોઇ છોકરી મોકલી છે તો તેનો આરોપ યોગ્ય છે તે ટીમમાં સામેલ હોવો જોઇતો હતો. પરંતુ શું આમ થયું? જો તેના આરોપો સાચા છે તો શું તે યૂપી માટે રમ્યો? '' તેનો જવાબ છે નહી. તેનું નામ યૂપીની 60 સભ્યોવાળી ટીમમાં ક્યારેય સામેલ ન થયું અને તેને કોઇ જૂનિયર ક્રિકેટ ન રમી.
આ સાથે જ અકરમે કહ્યું કે આ તેમની અને તેમની સાથે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયત્ન છે. અકરમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે ગત કેટલાક સમયથી રાજીવ શુક્લાના પર્સનલ આસિસ્ટંટ છે. આ સાથે જ તે બીસીસીઆઇ સાથે જોડાયેલા છે અને દર મહિને બોર્ડમાંથી પગાર લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે