5 બેંકોના વિલિનીકરણ બાદ SBI એ બનાવ્યો રેકોર્ડ, ગ્રાહકોને થશે 'ફાયદો'

બેંકનો કસ્ટમર બેસ 25 કરોડથી વધીને 37 કરોડ થઇ ગયો છે. બીજો રેકોર્ડ એ છે કે મર્જર બાદ એસબીઆઇ સંપત્તિના મામલે દુનિયાના ટોપ 50 બેંકોમાં સામેલ થઇ ગઇ છે.

5 બેંકોના વિલિનીકરણ બાદ SBI એ બનાવ્યો રેકોર્ડ, ગ્રાહકોને થશે 'ફાયદો'

નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ (SBI)માં પાંચ અન્ય બેંકોના વિલયને રાજ્યસભામાં મંજૂરી મળી ગઇ છે. આ સાથે જ એસબીઆઇએ કેટલાક મોટા રેકોર્ડ બનાવી લીધા છે. પ્રથમ એ છે કે બેંકનો કસ્ટમર બેસ 25 કરોડથી વધીને 37 કરોડ થઇ ગયો છે. બીજો રેકોર્ડ એ છે કે મર્જર બાદ એસબીઆઇ સંપત્તિના મામલે દુનિયાના ટોપ 50 બેંકોમાં સામેલ થઇ ગઇ છે. એસબીઆઇમાં પાંચ સહયોગી બેંકોના વિલય બાદ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેનાથી બેંકનો લાભ વધશે અને ગ્રાહકોને સારી સેવાઓ આપવામાં મદદ મળશે. 

કર્મચારીઓની છટણી કરવાની કહી ના
બેંકોના મર્જરથી કર્મચારીઓની છટણીની આશંકા પર સરકારે મનાઇ કરી. નાણામંત્રી રાજ્યમંત્રી શિવપ્રતાપ શુક્લએ સ્ટેટ બેંક ખરડા પર રાજ્યસભામાં થયેલી ચર્ચાના જવાબમાં આ વાત કહી. નાણામંત્રીના જવાબ આપ્યા બાદ સદનમાં આ ખરડાને ધ્વનિમત દ્વારા પસાર કરવામાં આવ્યો. લોકસભા આ ખરડાને પહેલાં જ મંજૂરી આપી ચૂક્યો છે. તમને જણાવી દઇએ કે સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદ્વાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરને ગત વર્ષે એપ્રિલમાં એસબીઆઇમાં વિલય કરવામાં આવી હતી.

દેશભરમાં એસબીઆઇની 24 હજાર બ્રાંચ
દેશભરમાં એસબીઆઇ શાખાઓની સંખ્યા 24 હજારથી વધુ અને બેંકના એટીએમ 59 હજારની આસપાસ છે. ખરડામાં બેંકોના મર્જરને સંપૂર્ણ રીતે મંજૂરી આપવામાં આવી છે. ખરડા પર થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસના જયરામ રમેશ સહિત કેટલાક સભ્યોએ એસબીઆઇના ખાનગીકરણની આશંકા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ સભ્યોએ બેંકોના નિયમન તથા દેખરેખ સિસ્ટમ બનાવવાની જરૂરિયાત ગણાવી. તેના પર નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે સહયોગી બેંકોના વિલિનિકરણ બાદ કોઇ છટણી કરવામાં આવશે નહી. 

તેમણે જણાવ્યું કે વિલિનિકરણ બાદ કેટલાક કર્મચારી સેવાનિવૃત થયા છે. તેમણે કહ્યું કે પાંચ સહયોગી બેંકોના વિલિનિકરણનો હેતુ છે કે બેંકોની સુવિધાઓ સારી થાય. શુક્લએ કહ્યું કે પહેલાં ખાતું ખોલાવવા માટે બે જામીનો જરૂરિયાત પડતી હતી. હવે સામાન્ય વ્યક્તિને બેકિંગ સર્વિસ આપવામાં કોઇ પરેશાની નથી. એસબીઆઇ મર્જ પાંચ બેંકોની સિસ્ટમને વહેવારુ બનાવીને જલદી ફાયદાની સ્થિતિમાં આવશે. 

પીએમ નરેંન્દ્ર મોદીની પહેલ પર શરૂ કરવાની જનધન યોજના હેઠળ 32 કરોડ ખાતા ખોલવામાં આવ્યા, જેમાંથી 87 હજાર કરોડ રૂપિયા જમા છે. તેમને આ વાતને ખોટી ગણાવી કે જનધન એકાઉન્ટમાંથી ગરીબોના પૈસા કપાયા. શુક્લએ જણાવ્યું કે એસબીઆઇ દેશની પાંચમી સૌથી મોટી એમ્પ્લોયર છે, જે હાલમાં 70 હજાર લોકોને નોકરી આપી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news