IPL 2022: જોસ બટલરે તોડ્યો વોર્નરનો રેકોર્ડ, એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટર બન્યો
IPL 2022 Final GT vs RR: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોસ બટલરે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સના બેટર જોશ બટલરે ઈતિહાસ રચી દીધો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બટલરે ગુજરાત ટાઈટન્સ સામે ફાઇનલમાં 39 રન બનાવ્યા હતા. આ સાથે તે આઈપીએલ ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટર બની ગયો છે.
તોડ્યો ડેવિડ વોર્નરનો રેકોર્ડ
ગુજરાત સામે ફાઇનલ મેચ પહેલા બટલરે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડવા માટે 25 રનની જરૂર હતી. બટલરે 25 રન બનાવવાની સાથે ડેવિડ વોર્નરનો એક સીઝનમાં 848 રન બનાવવાનો રેકોર્ડ તોડી દીધો છે. ત્યારબાદ તે આઈપીએલની એક સીઝનમાં સર્વાધિક રન બનાવવા મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. આઈપીએલ ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીએ 2016ની સીઝનમાં 973 રન બનાવ્યા હતા. બટલર ગુજરાત સામે 35 બોલમાં 39 રન બનાવી આઉટ થયો હતો. બટલરના આઈપીએલ-2022માં 863 રન થઈ ગયા છે.
આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
રન બેટ્સમેન સીઝન
973 વિરાટ કોહલી 2016
863 જોસ બટલર 2022
848 ડેવિડ વોર્નર 2016
735 કેન વિલિયમસન 2018
733 ક્રિસ ગેલ 2012
733 માઇક હસી 2013
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે