IPL 2022 Final: આઈપીએલના 15 વર્ષ પૂરા થવા પર બીસીસીઆઈએ બનાવી વિશ્વની સૌથી મોટી જર્સી, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

IPL 2022 નો ફાઇનલ જંગ રાજસ્થાન અને ગુજરાત વચ્ચે શરૂ થઈ ગયો છે. આ મેચ પહેલાં બીસીસીઆઈએ પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી લીધુ છે. 
 

IPL 2022 Final: આઈપીએલના 15 વર્ષ પૂરા થવા પર બીસીસીઆઈએ બનાવી વિશ્વની સૌથી મોટી જર્સી, ગિનીઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

અમદાવાદઃ આઈપીએલ-2022ની ફાઇનલ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ પહેલાં બીસીસીઆઈએ પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી લીધું છે. આઈપીએલની 15મી સીઝનના ફાઇનલ મુકાબલા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક વિશાળકાય જર્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જર્સી દુનિયાની સૌથી મોટી જર્સી છે. ત્યારબાદ આ રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયો છે. આ જર્સી આઈપીએલના 15 વર્ષ પૂરા થવા પર બનાવવામાં આવી છે. 

આ દરમિયાન ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન સૌરવ ગાંગુલી, જય શાહ, બીસીસીઆઈના અન્ય અધિકારીઓ, અક્ષય કુમાર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા. તો બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી, જય શાહ અને આઈપીએલ ચેરમેન બૃજેશ પટેલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ લીધુ હતું. 

Presenting the 𝗪𝗼𝗿𝗹𝗱'𝘀 𝗟𝗮𝗿𝗴𝗲𝘀𝘁 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗝𝗲𝗿𝘀𝗲𝘆 At The 𝗪𝗼𝗿𝗹𝗱'𝘀 𝗟𝗮𝗿𝗴𝗲𝘀𝘁 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗦𝘁𝗮𝗱𝗶𝘂𝗺 - the Narendra Modi Stadium. @GCAMotera 👏 pic.twitter.com/yPd0FgK4gN

— IndianPremierLeague (@IPL) May 29, 2022

આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં બોલીવુડની જાણીતી હસ્તિઓએ પરફોર્મ કર્યુ હતું. બોલીવુડ સ્ટાર રણવીર સિંહે પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી લીધા હતા. તો જાણીતા સંગીતકાર એઆર રેહમાન અને ગાયિકા નીતિ મોહને પોતાના સિંગિંગથી લોકોનું દિલ જીતી લીધુ હતું. 

રાજસ્થાનની પ્રથમ બેટિંગ
આઈપીએલ ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે. રાજસ્થાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ગુજરાત ટાઈટન્સે અલ્ઝારી જોસેફના સ્થાને લોકી ફર્ગ્યૂસનને તક આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news