આ બોલરને મળ્યો સાઉથ આફ્રિકા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ

આ પહેલા વર્ષ 2016માં પણ રબાડાને ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો હતો. 

આ બોલરને મળ્યો સાઉથ આફ્રિકા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ

જોહનિસબર્ગઃ વિશ્વના નંબર-1 ટેસ્ટ બોલર કાગિસો રબાડાને સાઉથ આફ્રિકાનો આ વર્ષનો બેસ્ટ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર છેલ્લા 12 મહિનાના પ્રદર્શનના આધાર પર આપવામાં આવ્યો છે, જેમાં રબાડાએ સતત મેચ વિનર સાબિત થયો અને અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો પણ કર્યો. 

રબાડાએ ગત વર્ષે જુલાઈથી અત્યાર સુધી 12 ટેસ્ટમાં 19.52ની એવરેજથી 72 વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટમાં તેણે ટીમની બહાર રહેવુ પડ્યું કારણ કે ડિમેરિટ અંકોને કારણે તેના પર પ્રતિબંધ લાગ્યો હતો. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની વિવાદિત શ્રેણીમાં તે મેન ઓફ ધ સીરીઝ રહ્યો. ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન સ્ટીવ સ્મિથ સામે ટકરાવવાના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. 

કાગિસો રબાડાના આ પહેલા વર્ષ 2016માં પણ આ પુરસ્કાર મળ્યો હતો. તેને વર્ષનો બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર અને વનડે ક્રિકેટરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. 

રબાડાના બીજીવાર ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. સાઉથ આફ્રિકાના ક્રિકેટ ઈતિહાસમાં બે વાર આ એવોર્ડ જીતનાર રબાડા પાંચમો ખેલાડી છે. આ પહેલા હાશિમ અમલા, જેક કાલિસ, મખાયા એન્ટિની અને એબી ડિવિલિયર્સને આ એવોર્ડ બે વાર મળી ચુક્યો છે. 

એબી ડિવિલિયર્સને ક્રિકેટમાંથી નિવૃતી લીદા બાદ તેને વર્ષનો બેસ્ટ ટી20 ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ડેવિડ મિલરને ઓલવેજ ઓરિજિનલ એવોર્ડ આપવામાં આવ્યો. ઓપનર એડન માર્કરમને ઈન્ટરનેશનલ ન્યૂકમર ઓફ ધય યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news