World Cup 2019: વિલિયમસને કહ્યું, ફાઇનલમાં મળનારા પડકાર માટે તૈયાર
ન્યૂઝીલેન્ડ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર યજમાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે, જે ફાઇનલ જંગ જીતશે, તે પ્રથમવાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કરશે.
Trending Photos
લંડનઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે, તેની ટીમ રવિવારે લોર્ડ્સ મેદાન પર રમાનારી વિશ્વ કપ ફાઇનલમાં પ્રબળ દાવેદાર ઈંગ્લેન્ડ સામે ટકરાવા તૈયાર છે. બ્રિટિશ મીડિયા સતત તેના ફાઇનલમાં 'અન્ડરડોગ' હોવા સંબંધિત સવાલ પૂછી રહ્યું છે. વિલિયમસને ફાઇનલ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું, 'ઘણી તકે લોકો કહી રહ્યાં છે કે કઈ ટીમ સારી છે અને મને લાગે છે કે ઈંગ્લેન્ડ પ્રબળ દાવેદાર હોવાની હકદાર છે.'
તેણે હસ્તા હસ્તા કહ્યું, '... પરંતુ અમે ગમે તે ડોગ' હોઈએ, સૌથી મહત્વનું છે કે અમારૂ ધ્યાન ક્રિકેટ પર રહે કે અમારે કઈ રીતે રમવાનું છે. અમે છેલ્લા વર્ષોમાં જોયું છે કે કોઈપણ ટીમ ગમે તે ટીમને હરાવી શકે છે, ભલે 'ડોગ'ની પ્રજાતિ કોઈપણ હોય.
વિલિયમસને કહ્યું, 'અમે ફાઇનલ માટે તૈયાર છીએ, ભલે પરિણામ ગમે તે હોય. તેણે કહ્યું, મેચ દરમિયાન તમારે અલગ-અલગ વસ્તુનો સામનો કરવાનો હોય છે, મે દરમિયાન ઘણા પ્રકારનો દબાવ હોય છે અને અમે અમારે તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેને જીતવાનું પસંદ છે કે તેને હારવાનું નાપસંદ છે તો વિલિયમસને હસ્તા હસ્તા કહ્યું, 'મને હારવાથી વધુ જીતવાનું પસંદ છે. હું તેને આ રીતે કહેવા ઈચ્છીશ.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે