Kashvee Gautam: કાશવી ગૌતમે વન ડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, બની પ્રથમ મહિલા ક્રિકેટર, ICC એ પણ કરી સલામ
Kashvee Gautam: કાશવી ગૌતમ પ્રથમ મહિલા ક્રિકેટર બની છે કે જેણે એક જ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 16 વર્ષિય આ ક્રિકેટર કાશવી ગૌતમે U-19 વન ડે ટ્રોફી મેચમાં હેટ્રીક સાથે 10 વિકેટ લેવાની સિધ્ધિ મેળવી છે.
Trending Photos
નવી દિલ્હી : ચંડીગઢની 16 વર્ષિય પેસ બોલર કાશવી ગૌતમે U-19 વન ડે ટ્રોફી મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં એક સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. કાશવીએ મંગળવારે આંધ્ર પ્રદેશના કડપ્પામાં અરૂણાચલ પ્રદેશ વિરૂધ્ધ રમતાં 10 વિકેટ લેવાની સિધ્ધિ મેળવતાં અનેક રેકોર્ડ બનાવ્યા છે.
કાશવી ગૌતમના આ શાનદાર પ્રદર્શનથી ચંડીગઢે અરૂણાચલ પ્રદેશ વિરૂધ્ધ 161 રનની સૌથી મોટી જીત મેળવી. આ મેચમાં કાશવીએ માત્ર 12 રન આપી 10 વિકેટ ઝડપી. આ સાથે તેણે હેટ્રીક પણ લીધી હતી. એટલું જ નહીં કાશવીએ ઓલરાઉન્ડર દેખાવ કરતાં 49 રન પણ બનાવ્યા હતા.
Chandigarh's Kashvee Gautam, 16, bowled some fiery inswingers and returned unbelievable figures of 10/12 to bowl Arunachal Pradesh out for 25 in the Women's U19 One Day Trophy.
What talent! How long until we see her in #TeamIndia colours? 👀pic.twitter.com/wp0d1ADShW
— ICC (@ICC) February 26, 2020
કાશવીની આ સિધ્ધિને આઇસીસીએ પણ સલામ કરી છે અને ટ્વિટમાં એનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આઇસીસીએ પોતાની ટ્વિટમાં કહ્યું કે, U-19 વન ડે ટ્રોફીમાં ચંડીગઢની કાશવી ગૌતમે એવા સુંદર ઇનસ્વિંગર ફેંક્યા અને 12 રન આપી 10 વિકેટ ઝડપી. અરૂણાચલ પ્રદેશને માત્ર 15 રનમાં ઓલ આઉટ કરી દીધું. શું પ્રતિભા છે? આપણે તેણીને ક્યારે ટીમ ઇન્ડિયામાં જોઇશું?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે