કેપ્ટનશિપ વિવાદમાં સાચું કોણ? જાણો કોહલી, ગાંગુલી અને મુખ્ય પસંદગીકારનું નિવેદન, પછી નક્કી કરો કોણ સાચું?

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI)ના પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતું કે કોહલી જ્યારે T20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લઈ રહ્યો હતો ત્યારે તેણે વ્યક્તિગત રીતે તેની સાથે વાત કરી હતી.

કેપ્ટનશિપ વિવાદમાં સાચું કોણ? જાણો કોહલી, ગાંગુલી અને મુખ્ય પસંદગીકારનું નિવેદન, પછી નક્કી કરો કોણ સાચું?

Kohli ODI Captaincy: વિરાટ કોહલીને વનડે કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો હતો. કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે તે વનડે કેપ્ટન બનવા માંગતો હતો, પરંતુ પસંદગીકારોએ નિર્ણય લઈ લીધો. તે ટી20 કેપ્ટનશિપ છોડવા મુદ્દે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે આ નિર્ણય પર બોર્ડને કોઈ મુશ્કેલી નહોતી.

ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI)ના પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતું કે કોહલી જ્યારે T20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લઈ રહ્યો હતો ત્યારે તેણે વ્યક્તિગત રીતે તેની સાથે વાત કરી હતી. ગાંગુલીના જણાવ્યા મુજબ તેણે કોહલીને કેપ્ટનશિપ ચાલુ રાખવા માટે વિનંતી કરી હતી, પરંતુ આ સ્ટાર ક્રિકેટરે કેપ્ટનશિપ ચાલુ રાખવાની ના પાડી દીધી હતી. આ સાથે ગાંગુલીએ એમ પણ જણાવ્યું હતું કે કોહલી સાથે વનડે કેપ્ટનશિપને લઈને વાતચીત થઈ હતી અને તેણે નિર્ણય સ્વીકાર્યો હતો.

ગાંગુલી-ચેતનના નિવેદનમાં સમાનતા!
હવે ગાંગુલી અને વિરાટ બાદ પસંદગી સમિતિના પ્રમુખ ચેતન શર્માની પણ આ મુદ્દે એન્ટ્રી થઈ ચૂકી છે. ચેતને શુક્રવારે વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત કરતી વખતે કોહલીને વનડે કેપ્ટનશિપને લઈને પોતાનો અભિપ્રાય માંગ્યો. ચેતન શર્માએ વધુમાં જણાવ્યું કે બીસીસીઆઈ અધિકારીઓએ વિરાટ કોહલીને ટી20 કેપ્ટનશિપ નહીં છોડવા માટે આગ્રહ કર્યો હતો.

ચેતન શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે ટી20 વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીને ટી20 કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો, ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. વર્લ્ડકપ સામે હોય અને તમને આ ન્યૂઝ સાંભળવા મળે તો સામાન્ય રીતે તમામ લોકોનું રિએક્શન શું હશે? મીટિંગની અંદર હાજર તમામ લોકોએ કોહલીને આ નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું હતું.

ચેતન શર્માએ વનડે કેપ્ટનશિપને લઈને જણાવ્યું હતું કે, જેવી પસંદગી સમિતિ આ મુદ્દા પર આવી, તેમણે કેપ્ટન બદલવા મુદ્દે ચર્ચા કરી. મેં મીટિંગની 90 મિનિટ પહેલા વિરાટ કોહલીને ફોન કર્યો. આ એક ટેસ્ટ બેઠક હતી અને અમે તેણે આ બાબતે જણાવવા માંગતા નહોતા. અમુક સવાલો હતો અને અમારી વચ્ચે સારી વાતચીત થઈ, ત્યારબાદ વિરાટ તેના માટે તૈયાર થઈ ગયો.

આ નિવેદનથી જાણવા મળે છે કે ચેતન શર્માએ સૌરવ ગાંગુલીની વાતોને આગળ વધારી છે. ગાંગુલીએ કહ્યું હતું કે, 'મેં વિરાટને ટી-20 કેપ્ટન પદ છોડવાની વિનંતી કરી હતી, પરંતુ તે આ પદ પર ચાલુ રાખવા માગતો ન હતો. પછી પસંદગીકારોને લાગ્યું કે તેઓ સફેદ બોલના બે ફોર્મેટમાં બે વ્હાઈટ બોલ કેપ્ટન રાખી શકે નહીં.

વિરાટ કોહલીએ શું કહ્યું હતું?
વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમનું સિલેક્શન થઈ રહ્યું હતું, ત્યારે મને મીટિંગમાં બોલાવ્યો હતો. સિલેક્ટર્સની સાથે ટેસ્ટ ટીમ પર વાત થઈ અને પછી જ્યારે મીટિંગ પુરી થવાની હતી, ત્યારે સિલેક્ટર્સે જણાવ્યું હતું કે તમને વનડે કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિલેક્ટર્સના નિર્ણય પર મેં હા કહી હતી.

ટી20 કેપ્ટનશિપ છોડવા મુદ્દે વિરાટે જણાવ્યું હતું કે, જ્યારે મેં આ નિર્ણય લીધો ત્યારે બીસીસીઆઈને જાણકારી આપી. ત્યારે આ નિર્ણયને યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો, મને કોઈએ એવું નહોતું કહ્યું કે હું ટી20 કેપ્ટન તરીકે ચાલું રહીશ. મે એવું કહ્યું હતું કે વનડે અને ટેસ્ટની કેપ્ટનશિપ ચાલું રાખવા માંગું છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news