IPL 2022: આખરે 5 હાર બાદ કોલકત્તાને મળી જીત, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

KKR vs RR: કોલકત્તા નાઈટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરી અહીં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપ્યો છે. 

IPL 2022: આખરે 5 હાર બાદ કોલકત્તાને મળી જીત, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના 47માં મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. ટૂર્નામેન્ટમાં 10 મેચમાં કોલક્તાને આ ચોથી જીત મળી છે. સતત પાંચ હાર બાદ કેકેઆરને આ વિજસ મળ્યો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 19.1 ઓવરમાં 185 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી છે. 

કોલકત્તાના ઓપનરો ફરી ફ્લોપ
કોલકત્તાએ આજે નવી ઓપનિંગ જોડી સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. બાબા ઈન્દ્રજિત અને આરોન ફિન્ચની જોડી ક્રિઝ પર આવી હતી. પરંતુ ફિન્ચ માત્ર 4 રન બનાવી કુલદીપ સેનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બાબા ઈન્દ્રજીત 15 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં 2 વિકેટે 32 રન બનાવ્યા હતા. 

અય્યર નીતિશ રાણાએ સંભાળી ઈનિંગ
32 રન પર બે વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન શ્રેયસ અય્યર અને નીતિશ રાણાએ ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન અય્યર 32 બોલમાં 34 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ નીતિશ રાણા 37 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે અણનમ 48 રન અને રિંકૂ સિંહ 24 બોલમાં 6 ફોર અને એક સિક્સ સાથે અણનમ 42 રને ટીમને જીત અપાવી હતી. 

આ પહેલાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન 54 રનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલ માત્ર 2 રન બનાવી ઉમેશનો શિકાર બન્યો હતો. જોસ બટલર 25 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. કરૂણ નાયરે 13 અને રિયાન પરાગે 19 રનનું યોગદાન આપ્યું હતું. શિમરોન હેટમાયરે 13 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news