IndiavsAus: 64 વર્ષમાં આ સિદ્ધિ મેળવનાર ચાઇનામેન બોલર બ્યો કુલદીપ યાદવ

ભારત તરફથી કુલદીપ યાદવે સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના પાંચ બેટ્સમેનોને આઉટ કર્યા છે. 
 

IndiavsAus: 64 વર્ષમાં આ સિદ્ધિ મેળવનાર ચાઇનામેન બોલર બ્યો કુલદીપ યાદવ

સિડનીઃ કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ચાઇનામેન બોલરે ચાર ટેસ્ટ મેચોની સિરીઝના અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. રવિવારે સિડનીમાં તેણે જોશ હેઝલવુડને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. 

કુલદીપે 99 રન આપીને પાંચ વિકેટ ઝડપી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 300 રને સમેટી દીધું હતું. ભારતે પોતાની પ્રથમ ઈનિંગના આધાર પર 322 રનની લીડ મેળવી અને ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું હતું. આ પહેલા કુલદીપે મેચના ચોથા દિવસે કાંગારૂ ટીમે બીજી ઈનિંગમાં કેટલાક ઝટકા આપ્યા પરંતુ વરસાદને તેની આશા પર પાણી ફેરવી નાખ્યું હતું. ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે બીજી ઈનિંગમાં ચાર ઓવરની રમત થઈ અને ઓસ્ટ્રેલિયન ટીમ 6 રન બનાવી પરત ફરી હતી. 

— Mohandas Menon (@mohanstatsman) January 6, 2019

ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં જો કુલદીપના પ્રદર્શનની વાત કરીએ તો આ ચાઇનામેન બોલર માટે ટેસ્ટ ક્રિકેટમાં બીજી તક છે, જ્યારે તેણે પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલા તેણે ગત વર્ષે ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રાજકોટમાં પાંચ વિકેટ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 64 વર્ષમાં આ પ્રથમ તક છે, જ્યારે યજમાન ટીમના કોઈપણ ડાબોડી અથવા કાંડાના સ્પિનરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલા ઈંગ્લેન્ડના જોની વાર્ડલેએ 1955મા સિડની ટેસ્ટમાં 79 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચ ડ્રો રહ્યો હતો. 24 વર્ષીય કુલદીપ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર છઠ્ઠો ભારતીય છે. 

કુલદીપે શનિવારે ઉસ્માન ખ્વાજાના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તેણે ટ્રેવિસ હેડ અને ટિમ પેનને પણ તે દિવસે આઉટ કર્યા હતા. રવિવારે ચોથા દિવસે તેણે નાથન લાયન અને પછી જોશ હેઝલવુડને આઉટ કરીને પાંચ વિકેટ પૂરી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news