એક નાનકડું કામ કરવાથી તમે જીતી શકો છો 5 લાખ રૂપિયાનું ફ્રી પેટ્રોલ-ડીઝલ 

દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે એક સ્પર્ધા શરૂ કરી છે. જેમાં 5 લાખ રૂપિયા સુધીના પેટ્રોલ ડીઝલના વાઉચર્સ જીતવાની તકો તમારી પાસે છે. આ સ્પર્ધાનું નામ છે  ‘I Love IndianOil’ કોન્ટેસ્ટ. આ સ્પર્ધામાં દેશની દરેક વ્યક્તિ જે વોટ્સ એપ અને ફેસબુક વાપરે છે તે ભાગ લઈ શકે છે. જેમાં તમે 3 જાન્યુઆરીથી લઈને 9 જાન્યુઆરી સુધી ભાગ લઈ શકો છો. 
એક નાનકડું કામ કરવાથી તમે જીતી શકો છો 5 લાખ રૂપિયાનું ફ્રી પેટ્રોલ-ડીઝલ 

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે એક સ્પર્ધા શરૂ કરી છે. જેમાં 5 લાખ રૂપિયા સુધીના પેટ્રોલ ડીઝલના વાઉચર્સ જીતવાની તકો તમારી પાસે છે. આ સ્પર્ધાનું નામ છે  ‘I Love IndianOil’ કોન્ટેસ્ટ. આ સ્પર્ધામાં દેશની દરેક વ્યક્તિ જે વોટ્સ એપ અને ફેસબુક વાપરે છે તે ભાગ લઈ શકે છે. જેમાં તમે 3 જાન્યુઆરીથી લઈને 9 જાન્યુઆરી સુધી ભાગ લઈ શકો છો. 

શું કરવું પડશે?
આ સ્પર્ધામાં તમારે જણાવવું પડશે કે ઈન્ડિયન ઓઈલ કઈ રીતે તમારા જીવનને સ્પર્શશે કે પ્રભાવિત કરશે. તેનો વીડિયો, ઈમેજ સ્ટોરી કે કોમેન્ટ તરીકે જવાબ આપીને તમે પેટ્રોલ વાઉચર જીતી શકો છો. કંપની આ સ્પર્ધામાં પહેલું ઈનામ જીતનારા પાંચ લોકોને 25000 રૂપિયાનું પેટ્રોલ વાઉચર આપશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે ઈન્ડિયન ઓઈલના ફેસબુક પેજને  લાઈક અને ફોલો કરવું પડશે. યાદ રાખો કે દરેક સવાલનો જવાબ  #ILoveIndianOil સાથે આપવો જરૂરી છે. અપાયેલા જવાબના આધારે લકી વિજેતાઓની પસંદગી થશે અને તમામ સ્પર્ધકોને મળીને 5 લાખ રૂપિયાના પેટ્રોલ ડીઝલના વાઉચર્સ આપવામાં આવશે. જે પણ જીતશે તેમની જાહેરાત પણ ઈન્ડિયન ઓઈલના ફેસબુક અને ટ્વિટર પેજ પર કરવામાં આવશે. 

આટલા લોકોને મળશે પુરસ્કાર 

પહેલો પુરસ્કાર     5  લોકો માટે      બધાને 25,000 ના ફ્યુલ વાઉચર્સ
બીજો પુરસ્કાર     10 લોકો માટે     બધાને 10,000 ના ફ્યુલ વાઉચર્સ
ત્રીજો પુરસ્કાર     30 લોકો માટે      બધાને  5,000 ના ફ્યુલ વાઉચર્સ
સાંત્વના પુરસ્કાર  60 લોકો માટે    બધાને 2,000 ના ફ્યુલ વાઉચર્સ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news