'માહી ભાઈની સલાહને મિસ કરૂ છું,' કુલદીપ યાદવે વ્યક્ત કર્યુ પોતાનું દુખ

એક સમયે યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી સુપરહિટ હતી. પરંતુ હવે બન્ને સ્પિનર્સ ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શકતા નથી. કુલદીપ યાદવે ખુલાસો કર્યો કે, કઈ રીતે એમએસ ધોનીની નિવૃતિ બાદ બધી વસ્તુ દબલાય ગઈ.

Updated By: May 12, 2021, 03:08 PM IST
'માહી ભાઈની સલાહને મિસ કરૂ છું,' કુલદીપ યાદવે વ્યક્ત કર્યુ પોતાનું દુખ

નવી દિલ્હીઃ કુલદીપ યાદવને ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં તક મળી નથી. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ ચાઇનામેન બોલર હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી સિરીઝમાં એક વિકેટ લીધી હતી. આ સિરીઝ આઈપીએલ પહેલા રમાઈ હતી. 

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કુલદીપને કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી કોઈ મેચ રમવા મળી નહીં. આ ટૂર્નામેન્ટ 4 મેએ બાયો-બબલમાં કોરોના વાયરસની એન્ટ્રી બાદ સ્થગિત કરી દેવામાં આવી હતી. 

એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કુલદીપે જણાવ્યુ કે, કઈ રીતે તે મેદાનની અંદર અને બહાર એમએસ ધોનીની સલાહને મિસ કરે છે. કુલદીપે જણાવ્યુ કે, વિકેટની પાછળ ધોનીની સલાહ તેને ખુબ કામ આવતી હતી અને તેની ખોટ પડે છે. 

આ પણ વાંચોઃ India Tour of England 2021: BCCI ની કોરોના પોલિસી, જો જીતા વહી સિકંદર

ધોનીએ પાછલા વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. રિષભ પંતે ટીમમાં ધોનીનો વારસો સંભાળ્યો છે. તે દરેક ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 

કુલદીપે આગળ કહ્યુ, મને ક્યારેક તેમની સલાહની ખુબ ખોટ પડે છે. તેમની પાસે ખુબ અનુભવ હતો. તે વિકેટની પાછળથી અમને ગાઇડ કરતા હતા. સતત જણાવતા રહેતા હતા. અમને તેમની ખોટ પડી રહી છે. હવે તેની જગ્યા પર રિષભ છે. તે જેટલું રમશે ભવિષ્યમાં તે એટલી સલાહ આપી શકશે. મને હંમેશા લાગે છે કે દરેક બોલરને એક પાર્ટનરની જરૂર હોય છે જે બીજા છેડેથી રિસ્પોન્સ કરે.

આ પણ વાંચોઃ PICS: ક્રિકેટના ઈતિહાસની સૌથી દર્દનાક ઘટનાઓ, જેમાં 6 ખેલાડીઓને રમતના મેદાન પર મળ્યું મોત

તેણે આગળ કહ્યું, જ્યારે માહી ભાઈ રમતા હતા, હું અને ચહલ સાથે રમી રહ્યા હતા. જ્યારથી માહી ભાઈએ રમવાનું છોડ્યુ, ત્યારથી હું અને ચહલ સાથે રમ્યા નથી. માહી ભાઈના ગયા પછી મેં ઓછી મેચ રમી છે. આશરે હું 10 મેચ રમ્યો છું. મેં હેટ્રિક પણ લીધી છે. જો તમે મારા પ્રદર્શનની વાત કરો. જો તમે મારી રમતને કુલ ભેગી કરીને જુઓ તો તે સારી લાગે છે પરંતુ જો તમે તેને અલગ-અલગ કરીને જુઓ તો ઘણીવાર સારી લાગતી નથી. આપણે તે પણ ધ્યાન રાખવું જોઈએ કે કઈ ટીમ સામે રમી રહ્યાં છીએ. 

કુલદીપે તે પણ કહ્યું કે, તેને તે મેચ રમવાની તક ન મળી જે તેને લાગતુ હતુ કે તે રમી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube