VIDEO: લુઇસ હેમિલ્ટનના નામે રહી F-1 વર્લ્ડ ચેમ્પિયનશિપની 1000મી રેસ

હેમિલ્ટને ચાઇનીઝ ગ્રાં પ્રી રેસ જીતીને પોતાનું નામ આ રમતના ઇતિહાસમાં અમર કરી દીધું છે. 

VIDEO: લુઇસ હેમિલ્ટનના નામે રહી F-1 વર્લ્ડ ચેમ્પિયનશિપની 1000મી રેસ

નવી દિલ્હીઃ મર્સિડીઝ ટીમના બ્રિટેશ ચાલક લુઇસ હેમિલ્ટન (Lewis Hamilton)એ રવિવારે શંઘાઈ ઈન્ટરનેશનલ સર્કિટ પર આયોજીત સાઇનીઝ ગ્રાં પ્રી રેસ જીતીને પોતાનું નામ રમત ઈતિહાસમાં અમર કરી દીધું છે. આ એફ-1 વિશ્વ ચેમ્પિયનશિપ ઈતિહાસની 1000મી રેસ હતી. હેમિલ્ટને 900મી રેસ પણ જીતી હતી અને તે અત્યાર સુધી હાલના ચાલકોમાં સૌથી વધુ 75 વખત પ્રથમ સ્થાન હાસિલ કરી ચુક્યો છે. 

એફ-1 ઈતિહાસમાં બ્રિટિશ ચાલકોનો બોલબાલા રહી છે. 1000માંથી 279 વખત બ્રિટનના ચાલકોએ રેસમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. તેમાં 75 જીતની સાથે હેમિલ્ટન સૌથી વધુ આગળ છે. આમ એફ-1 ઈતિહાસમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ જર્મનીનો ચાલક માઇકલ શૂમાકરના નામે છે. શૂમાકરે કુલ 91 રેસ જીતી છે. જર્મન ચાલક 178 વાર પ્રથમ સ્થાન હાસિલ કરવામાં સફળ રહ્યાં છે. 

— Formula 1 (@F1) April 14, 2019

બ્રિટિશ ચાલકોની વાત કરીએ તો બેમિલ્ટન બાદ નિગેલ મૈંશેલે 31, જૈકી સ્ટીવાર્ટે 27, જિમ ક્લાર્કે 25, ડેમન હિલે 22, સ્ટર્લિંગ મોસે 16, જેનસન બટને 15, ગ્રાહમ હિલે 4, ડેવિડ કોર્ટલૈન્ડે 13, જેમ્સ હન્ટે 10, ટોની બ્રૂક્સે 6, જોન સર્ટીસે 6, જોન વોટસન 5, એડી ઇર્વિને 4, માઇક હોથોર્ને 3, પીટર કોલિંગે 3, જોની હર્બર્ટે 3, ઇનેસ આયર્લેન્ડ અને પીટર હેટહિને એક-એક રેસ જીતી છે. 

જર્મન ચાલકોની વાત કરીએ તો શૂમાકરે 91, શંઘાઈમાં ત્રીજા સ્થાન પર રહેલા સબાસ્ટિયન વિટેલે 52, નિકો રોસબર્ગે 23, રાલ્ફ શૂમાકરે 6સ હેંજ ફ્રેન્ટજેને 3, વૂલ્ફગૈંગ ટ્રિપ્સે બે અને જોચેન માસે એક રેસ જીતી છે. 

— Formula 1 (@F1) April 14, 2019

એફ-1ના ઈતિહાસમાં માત્ર બ્રિટન, જર્મની અને બ્રાઝીલના ચાલક 100થી વધુ રેસ જીતી શક્યા છે. બ્રાઝીલની વાત કરીએ તો તેણે એફ-1 આયકન એર્ટન સેનાએ 41 વાર પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. જ્યારે નેલ્સન પિગ્વેટે 23, એમર્સન ફિટ્ટીપાલ્ડીએ 14, રૂબેન્સ બારીચેલોએ 11, ફિલિપ માસાએ 11 અને કાર્લોસ પેસે 1 એક રેસ જીતી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news