IPL Auction: આખરે ક્રિસ ગેલ વેચાયો, કિંગ્સ ઈલેવન પંજાબે 2 કરોડમાં ખરીદ્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-11 માટે આજે ખેલાડીઓની હરાજીનો બીજો દિવસ છે.
- આ સિઝનનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો જયદેવ ઉનડકટ
- ભારતીય અન્ય ખેલાડીઓમાં કે એલ રાહુલ અને મનિષ પાંડે પણ 11-11 કરોડમાં વેચાયા
- સૌથી મોંઘા ખેલાડી તરીકે બેન સ્ટોક્સ, રાજસ્થાને 12.50 કરોડમાં ખરીદ્યો
Trending Photos
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-11 માટે આજે ખેલાડીઓની હરાજીનો બીજો દિવસ હતો. પહેલા દિવસની હરાજીમાં સ્ફોટક બેટ્સમેન ગણાતા ક્રિસ ગેલ, જો રૂટ અને ઈશાંત શર્મા, મુરલી વિજય, પાર્થિવ પટેલ સહિત પાંચ ખેલાડીઓને કોઈએ ખરીદ્યા ન હતાં. જોકે આજે ક્રિસ ગેલને 2 કરોડમાં પંજાબે ખરીદી લીધો.. શનિવારે થયેલી હરાજીમાં ઈંગ્લેસન્ડનો ખેલાડી બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 12.50 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ આજે જે બોલી બોલાઈ તેમાં ગુજરાતના સૌરાષ્ટ તરફથી રમતા અને ગત આઈપીએલમાં જબરદસ્ત પરફોર્મન્સ આપી ચૂકેલા જયદેવ ઉનડકટની બોલબાલા જોવા મળી. ઉનડકટને રાજસ્થાને 11.50 કરોડમાં ખરીદ્યો. આ સાથે ઉનડકટ આ વખતની સિઝનની હરાજીમાં સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે.
હરાજીની વિગતો, પળેપળની અપડેટ...
- નિધીષ એમડી દિનાસેનને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો.
- દુશમંથા ચમીરાને રાજસ્થાને 50 લાખમાં ખરીદ્યો.
- વરુણ એરોન અને માર્ટિન ગુપ્ટિલ ત્રીજા રાઉન્ડમાં પણ ન વેચાયો.
- ક્રિસ ગેઈલને કિંગ્સ ઈલેવન પંજાબે 2 કરોડમાં ખરીદ્યો.
- પવન દેશપાંડેને બેંગ્લુરુએ 20 લાખમાં ખરીદ્યો.
- આર્યમાન વિક્રમ બિરલાને રાજસ્થાને 30 લાખમાં ખરીદ્યો.
- મેહદી હસનને સનરાઈઝર્સ હૈદરાબાદે 20 લાખમાં ખરીદ્યો.
- મહિપાલ લોમરારને રાજસ્થાને 20 લાખ અને મોહસિન ખાનને મુંબઈને 20 લાખમાં ખરીદ્યાં.
- માર્ક વૂડને ચેન્નાઈ સુપરકિંગ્સે 1.50 લાખમાં ખરીદ્યો.
- અનુકૂલ રોયને મુંબઈએ 30 લાખમાં ખરીદ્યો.
- પ્રદીપ સાહુને પંજાબે 20 લાખમાં ખરીદ્યો.
- સમિત પટેલ અને વિકાસ ટોક્સ ફરીથી ન વેચાયા.
- અકિલા ધનંજયને મુંબઈ ઈન્ડિયન્સે 50 લાખમાં ખરીદ્યો.
- બેન લાફલિનને રાજસ્થાને 50 લાખમાં ખરીદ્યો.
- મયંક માર્કેંડેયને મુંબઈએ 20 લાખમાં ખરીદ્યો.
- યુવરાજ ચૂડાસમા, મિહિર હિરવાની ન વેચાયા.
- સયન ઘોષને દિલ્હી ડેર ડેવિલ્સે 20 લાખમાં ખરીદ્યો.
- શોન માર્શ ફરીથી ન વેચાયો, ડેલ સ્ટેન પણ ફરીથી ન વેચાયો.
- સિદ્ધેશ લાડને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખમાં અને પ્રશાંત ચોપડાને રાજસ્થાન રોયલ્સે 20 લાખમાં ખરીદ્યાં.
- ટીમ સાઉદીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ એક કરોડમાં ખરીદ્યો.
- મિશેલ જોન્સનને કોલકાતા નાઈટરાઈડર્સે 2 કરોડમાં ખરીદ્યો.
- પાર્થિવ પટેલને બેંગ્લુરુએ 1.70 લાખમાં ખરીદ્યો.
- નમન ઓઝાને દિલ્હી ડેરડેવિલ્સે 1.40માં ખરીદ્યો.
- સેમ બિલિંગ્સને ચેન્નાઈએ એક કરોડમાં ખરીદ્યો.
- મુરલી વિજયને ચેન્નાઈ સુપરકિંગ્સે 2 કરોડમાં ખરીદ્યો.
- ક્રિસ ગેલ ફરીથી ન વેચાયો, માર્ટિન ગુપ્ટિલ પણ ન વેચાયો.
- બેન દ્વોરશ્વિસને કિંગ્સ ઈલેવન પંજાબે 1.40 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 20 લાખ)
- શ્રી વત્સ ગોસ્વામીને સનરાઈઝર્સ હૈદરાબાદે એક કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 20 લાખ)
- અક્ષદીપ નાથને પંજાબે એક કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 50 લાખ)
- દીપક ચાહરને ચેન્નાઈએ 80 લાખમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 20 લાખ)
- એન્ડ્રયુ ટાયને કિંગ્સ ઈલેવન પંજાબે 7.20 લાખમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ એક કરોડ)
- એક કરોડની બેસ પ્રાઈઝ વાળા ટાઈમલ મિલ્સ અને 75 લાખની બેસ પ્રાઈઝવાળા એડમ મિલ્ન ન વેચાયા.
- જેસન બેહરનડોર્ફને મુંબઈ ઈન્ડિયન્સે 1.50 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ એક કરોડ)
- વરુણ એરોનને પણ કોઈએ ખરીદ્યો નહીં (બેસ પ્રાઈઝ 50 લાખ)
- ડિવિડ વિલીને કોઈએ ખરીદ્યો નહીં(બેસ પ્રાઈઝ એક કરોડ)
- ક્રિસ જોર્ડનને સનરાઈઝર્સ હૈદરાબાદે એક કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ એક કરોડ)
- જે પી ડુમિનીને મુંબઈ ઈન્ડિયન્સે એક કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ એક કરોડ)
- જગદીશ નારાયણને 20 લાખમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 20 લાખ)
- અનુરીત સિંહ કથૂરિયાને રાજસ્થાને 30 લાખમાં ખરીદ્યો ( બેસ પ્રાઈસ 20 લાખ)
- પ્રદીપ સાંગવાનને મુંબઈ ઈન્ડિયન્સે 1.50 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 30 લાખ)
- શિવમ માવીને કોલકાતા નાઈટરાઈડર્સને 3 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 20 લાખ)
- મનજોત કાલરાને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 20 લાખ)
- સચિન બેબીને હૈદરાબાદને 20 લાખને ખરીદ્યો ( બેસ પ્રાઈસ 20 લાખ)
- અપૂર્વ વાનખેડેને કોલકાતા નાઈટરાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 20 લાખ)
- તબરેઝ શમ્સી ન વેચાયો ( બેસ પ્રાઈઝ 50 લાખ)
- પ્રજ્ઞાન ઓઝા પણ ન વેચાયો ( બેસ પ્રાઈઝ 50 લાખ)
- નાથન લોયન, ફવાદ અહેમદ ન વેચાયા.
- મુજીબ જાદરાનને પંજાબે 4 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ -50 લાખ)
- ટ્રેટ બોલ્ટને દિલ્હી ડેરડેવિલ્સે 2.20 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 11.50 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- નાથન કુલ્ટર નાઈલને બેંગ્લુરુએ 2.20 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- મોહમ્મદ સિરાજને રોયલ ચેલેન્જરહ્સે 2.60 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ એક કરોડ)
- વિનયકુમાર રંગનાથનને એક કરોડમાં કોલકાતાએ ખરીદ્યો ( બેસ પ્રાઈઝ એક કરોડ)
- સંદીપ શર્માને હૈદરાબાદે 3 કરોડમાં લીધો ( બેસ પ્રાઈસ 50 લાખ)
- મોહિત શર્માને 2.40 કરોડમાં પંજાબે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદ્યો(બેસ પ્રાઈસ 1.50 કરોડ)
- ધવલ કુલકર્ણીને રાજસ્થાન રોયલ્સે 75 લાખમાં રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદ્યો ( બેસ પ્રાઈસ 1.50 કરોડ)
- ઋષિ ધવન ન વેચાયો (બેસ પ્રાઈઝ 50 લાખ)
- મોહમ્મદ નબીને સનરાઈઝર્સ હૈદરાબાદે 1 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 50 લાખ)
- બેન કટિંગને મુંબઈ ઈન્ડિયન્સે 2.20 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ એક કરોડ)
- કોરી એન્ડરસન ન વેચાયો ( બેસ પ્રાઈઝ 2 કરોડ)
- ગુરકીરત સિંહને દિલ્હીએ 75 લાખમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 50 લાખ)
- જયંત યાદવને દિલ્હીએ 50 લાખમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 50 લાખ)
- ડેનિયલ ક્રિસ્ટિયનને દિલ્હી ડેર ડેવિલ્સે 1.50 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 1 કરોડ)
- પવન નેગીને 1 કરોડમાં બેંગ્લુરુએ રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદ્યો ( બેસ પ્રાઈઝ- 50 લાખ)
- વોશિંગ્ટન સુંદરને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 3.20 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- મનોજ તિવારીને પંજાબે 1 કરોડમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ- 50 લાખ)
- ગૌતમ કૃષ્ણપ્પાને રાજસ્થાન રોયલ્સે 6.40 કરોડમાં ખરીદ્યો. ( બેસ પ્રાઈઝ- 20 લાખ)
- મનદીપ સિંહને રોયલ ચેલેન્જર્સે 1.40 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ 50 લાખ)
- લેન્ડન સિમન્સ ન વેચાયો ( બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- શોન માર્શને પણ કોઈએ ખરીદ્યો નહી (બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- ઓ એન મોર્ગન ન વેચાયો ( બેસ પ્રાઈઝ 2 કરોડ)
- એલેક્સ હેલ્સ ન વેચાયો ( બેસ પ્રાઈઝ 20 લાખ)
- સૌરભ તિવારીને મુંબઈ ઈન્ડિયન્સે 80 લાખમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 50 લાખ
- એવિન લુઈસને મુંબઈ ઈન્ડિયન્સે 3.80 લાખમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ 1.50 કરોડ)
- એમ અશ્વિનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 2.20 કરોડમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ- 20 લાખ)
- ગૌતમ કૌશિક ન વેચાયો ( બેસ પ્રાઈઝ 20 લાખ)
- જગદીશ સુચિત પણ ન વેચાયો ( બેસ પ્રાઈઝ- 20 લાખ)
- તેજસ બરોકા ન વેચાયો (બેસ પ્રાઈસ- 20 લાખ)
- સાઈ કિશોર રવિ શ્રીનિવાસન ન વેચાયા ( બેસ પ્રાઈઝ 20 લાખ)
- શહબાઝ નદીમને દિલ્હી ડેર ડેવિલ્સે 3 કરોડ 20 લાખમાં ખરીદ્યો ( બેસ પ્રાઈઝ-40 લાખ)
- કે સી કરિઅપ્પા ન વેચાયો (બેસ પ્રાઈઝ- 20 લાખ)
- રાહુલ ચાહરને મુંબઈ ઈન્ડિયન્સે 1.90 લાખમાં ખરીદ્યો (બેસ પ્રાઈઝ- 20 લાખ)
શનિવારે પહેલા દિવસે થયેલી હરાજીમાં કોલકતાને બે વાર ખિતાબ અપાવનાર ગૌતમ ગંભીરની દિલ્હી ડેરડેવિલ્સમાં વાપસી થઈ છે. તેને દિલ્હીએ 2.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આર. અશ્વિનને પંજાબે 7.6 કરોડમાં ખરીદ્યો. મિશેલ સ્ટાર્કને કોલકાતાએ 9.40 કરોડમાં ખરીદ્યો. કાર્તિકને 7.40, રોબિન ઉથ્થપ્પાને 6.40 કરોડમાં ખરીદ્યો. ભારત તરફથી સૌથી મોંઘા ખેલાડી તરીકે રાહુલ અને મનિષ પાંડે રહ્યાં. હૈદરાબાદે મનીષ પાંડેને 11 કરોડ અને લોકેશ રાહુલને પંજાબે 11 કરોડમાં ખરીદ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે