કોરોના સામે જંગઃ મેસી ફરી મદદ માટે આવ્યો આગળ, હોસ્પિટલને આપ્યા આટલા રૂપિયા


આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીએ કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પોતાના દેશની એક હોસ્પિટલને 5 લાખ યૂરોની મદદ કરી છે. 
 

કોરોના સામે જંગઃ મેસી ફરી મદદ માટે આવ્યો આગળ, હોસ્પિટલને આપ્યા આટલા રૂપિયા

નવી દિલ્હીઃ આર્જિનેટાના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીએ કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં પોતાના દેશની એક હોસ્પિટલને 5 લાખ યૂરોની મદદ કરી છે. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, બ્યૂનસ આયર્સના ફાઉન્ડેશન કાસા ગરહનને કહ્યુ કે મેસીએ  540,000 ડોલર (આશરે 4 કરોડ રૂપિયા)ની મદદ કરી છે. 

આ રકમથી સ્વાસ્થ્યકર્મિને સુરક્ષા સાધનો અને પીપીઈ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાસા ગરહનના કાર્યકારી ડાયરેક્ટર સિલવિયા કસાબે એક નિવેદનમાં કહ્યુ, અમે અમારા કાર્યબળની આ માન્યતા માટે ખુબ આભારી છીએ, જેણે અમને આર્જેન્ટીનાના જાહેર સ્વાસ્થ્ય માટે અમારી પ્રતિબદ્ધતા યથાવત રાખવાની મંજૂરી મળી છે. 

ફોરવર્ડ મેસીએ ફાઉન્ડેશનને સાંતા ફે અને બ્યૂનસ આયર્સ પ્રાંતોની હોસ્પિટલોની સાથે-સાથે બ્યૂનસ આયર્સના સ્વાયત શહેર માટે શ્વસન યંત્ર, ઇનફ્યૂઝન પંપ અને કમ્પ્યૂટર ખરીદવાની મંજૂરી આપી છે.

નિવેદનમાં આગળ કહ્યુ, ઉચ્ચ કાર્યક્ષમતા વાળા વેન્ટિલેશન સાધનો અને અન્ય સુરક્ષાનો સામાન તાત્કાલીક હોસ્પિટ પહોંચાડવામાં આવશે. તેનાથી તેવા લોકોને ફાયદો થશે, જે આ ખતરનાક સંક્રમણ સામે લડી રહ્યા છે. 

આ પહેલા આર્જેન્ટીનાના દિગ્ગજ મેસીએ કોરોના વાયરસ સામે લડવા માટે બાર્સિલોનામાં એક હોસ્પિટલને 10 લાખ યૂરોનું દાન કર્યુ હતુ. ખુદ હોસ્પિટલે ટ્વીટર પર તેની પુષ્ટિ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news