Tokyo Olympisc માં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને ચાંદી-ચાંદી, ઈનામનો થઈ રહ્યો છે વરસાદ

Tokyo Olympisc માં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને ચાંદી-ચાંદી, ઈનામનો થઈ રહ્યો છે વરસાદ

નવી દિલ્લીઃ મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો. 26 વર્ષીય ચાનુએ વેઇટ લિફ્ટિંગના 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ  જીત્યો. દેશની છાતી ગૌરવપૂર્વક પહોળી કરનારી મીરાબાઈનું ઘરે પરત આવવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે તેના પર ઇનામો વરસ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભારતીય રેલ્વેના વેઇટલિફ્ટટર મીરાબાઈ ચાનુને મળ્યા અને તેમને 2 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. એક ટ્વિટમાં રેલ્વે મંત્રાલયે કહ્યું કે, માનનીય પ્રધાન શ્રી અશ્વિની વૈષ્ણવે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ અને ભારતીય રેલ્વેના વેઇટલિફ્ટર, કુ. મીરાબાઈ ચાનુનું સન્માન કર્યું. ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 2 કરોડનું રોકડ ઇનામ અને પદોન્નતિની ઘોષણા કરી.

મણિપુર પોલીસમાં રહેશે SP:
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે સોમવારે જાહેરાત કરી હતી કે ટોક્યો ઓલેમ્પિક્સના રજત પદક વિજેતા મીરાબાઈ ચાનુને રાજ્યના પોલીસ વિભાગમાં પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર તેમને એક કરોડ રૂપિયાનું ઇનામ પણ આપશે. બિરેન સિંહે કહ્યું હતું કે 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર ઓલિમ્પિયન પાસે હવે એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટનું પદ હશે.

મીરાબાઈને જીવનભર નિ: શુલ્ક પિઝા મળશે:
રેસ્ટોરન્ટ ચેન ડોમિનોઝે ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને જીવનભર મફત પિઝાની ઓફર કરી છે.. હકીકતમાં, મેડલ જીત્યા પછી મીરાબાઈએ કહ્યું કે તે પીત્ઝા ખાવા માંગે છે. ડોમિનોઝે અગાઉ ચંદ્રક જીત્યા બાદ મીરાબાઈના પરિવારના સભ્યોને પિઝા મોકલ્યા હતા. ડોમિનોઝે ટ્વીટ પર કહ્યું--અમે ક્યારેય નહીં ઇચ્છતા કે મીરાબાઈ ચાનુ ફરીથી ખાવાની રાહ જોવી જોઇએ જેથી અમે તેને જીવનભર નિ:શુલ્ક ડોમિનોઝ પિઝા આપી રહ્યા છીએ'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news