સાનિયા મિર્ઝા પાકિસ્તાનની પુત્રવધુ, તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવોઃ MLA રાજા સિંહ

મહત્વનું છે કે, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને 2014માં તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી.
 

 સાનિયા મિર્ઝા પાકિસ્તાનની પુત્રવધુ, તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવોઃ  MLA રાજા સિંહ

હૈદરાબાદઃ ભાજપના ધારાસભ્ય રાજા સિંહે તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવને આગ્રહ કર્યો કે, સાનિયા મિર્ઝાને તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવવામાં આવે. રાજા સિહનું કહેવું છે કે, સાનિયા મિર્ઝા પાકિસ્તાનની પુત્રવધુ છે. તેવામાં તે બ્રાન્ડ એમ્બેસેડર ન હોવી જોઈએ. મહત્વનું છે કે, સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા ખતરનાક આતંકી હુમલા બાદ રાજા સિંહે આ નિવેદન આપ્યું છે. 

રાજા સિંહ તેલંગણા વિધાનસભામાં એકમાત્ર ભાજપના ધારાસભ્ય છે. ભાજપના ધારાસભ્યે ભારતીયો અને સરકારને પાકિસ્તાન સાથે સંબંધો પૂરા કરવા પર ભાર મુક્યો છે. તેણે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, સાનિયા મિર્ઝા ભારતીય છે, પરંતુ તેના લગ્ન પાકિસ્તાનમાં થયા છે. તેવામાં તેને બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી હટાવી દેવામાં આવે. તેના સ્થાને સાનિયા નેહવાલ અને પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. 

મહત્વનું છે કે, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને 2014માં તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. ભાજપ શરૂઆતથી સાનિયાનો વિરોધ કરતું તું. જ્યારે સીએમે ટેનિસ સ્ટારને તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, ત્યારે ભાજપના તેલંગણા રાજ્યના પ્રમુખ લક્ષ્મણે તેનો વિરોધ કર્યો હતો. 

સાનિયા મિર્ઝાએ 2010માં શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી સાનિયા પર ઘણા સવાલો ઉઠતા રહ્યાં, પરંતુ સાનિયા દર વખતે જવાબ આપે કે, તે ભારતીય છે અને પોતાના દેશ માટે રમવું ગર્વની વાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news