શમીએ બનાવ્યો રેકોર્ડ, સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો

શમી પોતાના વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની 56મી મેચ રમી રહ્યો છે અને તેણે ઇરફાન પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. પઠાણે 59 મેચોમાં વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની 100 વિકેટ પૂરી કરી હતી.
 

શમીએ બનાવ્યો રેકોર્ડ, સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો

નેપિયરઃ ભારતીય ફાસ્ટર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બુધવારે એક ખાસ સિદ્ધિ મેળવી છે. શમીએ જ્યારે ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલને ઈનિંગમાં બોલ્ડ કર્યો, તો તે વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. 28 વર્ષના શમીએ મેચમાં ભારતને બીજી સફળતા અપાવી અને બીજી ઓવરમાં ગુપ્ટિલ (5)ને આઉટ કર્યો હતો. 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની વનડે સિરીઝનો પ્રથમ મેચ નેપિયરમાં રમાઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુપ્ટિલે 9 બોલમાં એક બાઉન્ડ્રી સાથે 5 રન બનાવ્યા અને શમીએ તેને બોલ્ડ કર્યો હતો. તે વનડેમાં શમીનો 100મો શિકાર બન્યો હતો. 

— BCCI (@BCCI) January 23, 2019

શમી પોતાના વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની 56મી મેચ રમી રહ્યો છે અને તેણે ઇરફાન પઠાણનો રેકોર્ડ તોડ્યો છે. પઠાણે 59 મેચોમાં વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની 100 વિકેટ પૂરી કરી હતી. આ સિવાય પૂર્વ ભારતીય ફાસ્ટર ઝહીર ખાને 65 મેચોમાં, અજીત અગરકરે 67 મેચોમાં અને જવાગલ શ્રીનાથે 68 મેચોમાં પોતાના વનડે આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી વિકેટ પૂરી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news