મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં નવો ખુલાસો, બે દિવસ દુબઈમાં રહ્યો હતો શમી

અલિશ્બાએ ઈન્કાર કર્યો કે તે બ્રિટન સ્થિ મોહમ્મદ ભાઈને જાણે છે. તેણે તે પણ વાતનો ઈન્કાર કર્યો કે તે શમીની સાથે હોટેલમાં ગઈ હતી, જેને સહીને આરોપ લગાવ્યો હતો. 

 

 મોહમ્મદ શમી-હસીન જહાં વિવાદમાં નવો ખુલાસો, બે દિવસ દુબઈમાં રહ્યો હતો શમી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદમાં દરરોજ એક નવો વળાંક આવે છે. હસીન જહાંએ મોહમ્મદ શમી પર મારપીટ, રેપ, હત્યાનો પ્રયત્ન, ઘરેલૂ સિંહા અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ શમી આ તમામ આરોપોનો ઈન્કાર કરી રહ્યો છે. શમીએ શરૂઆતમાં હસીન જહાં સાથે સમાધાનનો પ્રયત્ન કર્યો, પરંતુ તે હવે તેની પત્ની પર આરોપ લગાવી રહ્યો છે. આ મામલે શમીનું કહેવું છે કે હસીન જહાં તે હદ સુધી આવી ગઈ છે હવે તેના વચ્ચે સમાધાનનો કોઇ રસ્તો બચ્યો નથી. હવે તે આ મામલાને કાયદાકીય રીતે સમાપ્ત કરવા ઈચ્છે છે. 

આ આરોપ-પ્રત્યારોપો વચ્ચે હવે મોહમ્મદ શમીને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ કોલકત્તા પોલીસના સંપર્કમાં છે. આ મામલે બીસીસીઆઈએ મોહમ્મદ શમીના ફેબ્રુઆરી મહિનાના શેડ્યૂલને લઈને કોલકત્તા પોલીસને રિપોર્ટ સોંપ્યો છે. 

જોઈન્ટ સીપી (ક્રાઇમ) પ્રવીણ ત્રિપાઠીએ જણાવ્યું, અમે બીસીસીઆઈને એક પત્ર મળ્યો છે. તેનાથી ખ્યાલ આવે છે કે શમી 17 અને 18 ફેબ્રુઆરી દુબઈમાં હતો. અમે કેસ સાથે જોડાયેલી અન્ય ઘટનાની તપાસ કરી રહ્યાં છીએ. આ સાથે બોર્ડે જણાવ્યું કે આ શમીનો પર્સનલ મામલો છે. તે દુબઈમાં બે દિવસ માટે કેમ હતો, તેના વિશે અમને કોઈ માહિતી નથી. 

પાકિસ્તાની મહિલા અલિશ્બાએ શમીને મળવાની વાત સ્વીકારી
મોહમ્મદ શમીને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો મોડ આવ્યો, જ્યારે પાકિસ્તાની મહિલા અલિશ્બાએ દુબઈમાં તેને મલવાની વાતનો સ્વીકાર કર્યો. પરંતુ આ ભારતીય બોલરને પૈસા આપવાની વાતનો ઈન્કાર કર્યો, જેનો શમીની પત્નીએ દાવો કર્યો હતો. તમને જણાવી દઈએ કે અલિશ્બાનું નામ વિવાદમાં ત્યારે આવ્યું જ્યારે શમીની પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે, શમીનો એક પાકિસ્તાની મહિલા સાથે સંબંધ હોય શકે છે. 

અલિશ્બાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, હાં હું તેને મળી હતી. હું દુબઈમાં આવતી રહું છું કારણ કે, મારી બહેન શારજાહમાં રહે છે. એક વ્યક્તિ તરીકે હું શમીને પસંદ કરૂ છું. કોઈપણ પ્રશંસક જ્યારે એક પ્રખ્યાત હસ્તીને આદર્શ માને છે તો તે હંમેશા પોતાના આદર્શને મળવાનું સપનું જોવે છે. મારી પણ કોઈ પ્રશંસકની જેમ તેને (શમી)ને મળવાની ઈચ્છા હતી. મને લાગતું નથી કે આ કોઈ મોટી વાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news