રબાડાને મળી રાહત, રમી શકશે ઓસ્ટ્રેલિયા સામેની બંન્ને ટેસ્ટ

આઈસીસીએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલુ શ્રેણીમાં લાગેલા બે મેચના પ્રતિબંધમાં રાહત આપી છે. 

રબાડાને મળી રાહત, રમી શકશે ઓસ્ટ્રેલિયા સામેની બંન્ને ટેસ્ટ

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડા પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં લાગેલા બે મેચના પ્રતિબંધમાં રાહત આપવામાં આવી છે. આઈસીસીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું કે, તે હવે ટેસ્ટ રમી શકશે પરંતુ તેના દંડ અને ડીમેરિટ પોઇન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. તેની સોમવારે સુનાવણી થઈ હતી. નિર્ણય માટે 48 કલાકની રાહ જોવાની હતી. 

ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ જણાવ્યું કે, ન્યાયિક આયુક્ત ન્યૂઝીલેન્ડના માઇકલ હેરોન સાથે ટેલીકોન્ફરન્સના માધ્યમથી આ સુનાવણી થઈ જે પાંચ કલાક ચાલી હતી. તે બાદ હેરોને કહ્યું હતું. આઈસીસી આ નિર્ણય વિશે બુધવારે જણાવશે જેના આગલા દિવસે ત્રીજી ટેસ્ટ શરૂ થશે. 

However, he still gets a fine and one demerit point.

— ICC (@ICC) March 20, 2018

ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં બંન્ને દેશો વચ્ચે ગરમાગરમીનો માહોલ જોવા  મળ્યો. પહેલા ડેવિડ વોર્નર અને ડી કોક વચ્ચે મામલો સામે આવ્યો. ત્યારબાદ રબાડા-સ્મિથ વિવાદ થયો જેમાં રબાડા પર બે મેચનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

સ્મિથ સાથે ઝગડવાને કારણે લાગ્યો પ્રતિબંધ
કાગિસો રબાડા પર આઈસીસી આચાર સંહિતાના લેવલ બેના ભંગનો આરોપ છે. પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી બીજી ટેસ્ટમાં 6 વિકેટથી મળેલી જીતના કારણે આફ્રિકાએ શ્રેણી 1-1થી બરોબર કરી જેમાં રબાડા 11 વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથને આઉટ કરીને જાણી જોઈને ખંભો માર્યો હતો તેથી સજા અને ત્રણ ડીમૈરિટ અંક તેના ખાતામાં જોડાયા અને તેના 8થી વધુ અંક થઈ ગયા. આઠ ડીમેરિટ અંક થતા જ ખેલાડી પર બે મેચનો પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news