IPL 2019: એમએસ ધોનીએ પહેલા પિતા અને હવે પુત્રનો કર્યો 'શિકાર'
ધોની પ્રથમ વખત રિયાનને તે સમયે મળ્યો હતો, ત્યારે રિયાન ત્રણ વર્ષનો હતો. સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં વિકેટકીપર ધોની રિયાનની સાથે દેખાઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનમાં 11 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા મેચમાંથી એક અલગ જાણકારી સામે આવી છે. ચેન્નઈના કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ તે મેચમાં આઈપીએલમાં પર્દાપણ કરી રહેલા રાજસ્થાન રોયલ્સના 17 વર્ષના યુવા બેટ્સમેન રિયાન પરાગને વિકેટની પાછળ કેચ આઉટ કર્યો હતો. ચેન્નઈએ તે મેચમાં 4 વિકેટથી વિજય મેળવ્યો હતો.
આ મેચથી તે જાણકારી સામે નિકળીને આવી છે ધોની પ્રથમ વખત રિયાનને તે સમયે મળ્યા હતા, ત્યારે રિયાન ત્રણ વર્ષનો હતો. સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં વિકેટકીપર ધોની રિયાનની સાથે દેખાઈ રહ્યો છે. હવે અચાનક એવી જાણકારી નિકળીને સામે આવી છે, જેમાં તે કહેવામાં આવી રહ્યું છે કે, ધોનીએ ન માત્ર રાજસ્થાન વાળા મેચમાં રિયાનને આઉટ કર્યો છે, પરંતુ તેણે લગભગ 19 વર્ષ પહેલા રિયાનના પિતા પરાગ દાસને પણ એક ડોમેસ્ટિક મેચમાં સ્ટમ્પ આઉટ કર્યો હતો.
Someone on twitter (sorry there were lots of msgs and I can't trace the name) pointed out this interesting bit of trivia. #RR played #CSK on April 11 in Jaipur and Riyan Parag was caught by MS Dhoni for 16.
— Harsha Bhogle (@bhogleharsha) April 26, 2019
Many years ago, in the 99-00 season of the Ranji Trophy (see the 2nd innings of Assam in this scorecard) https://t.co/R2CzlZvnwG
An Assam opener, called Parag Das was stumped by a young keeper called MS Dhoni. Parag Das is Riyan Parag's father! And MSD is the constant!
— Harsha Bhogle (@bhogleharsha) April 26, 2019
ધોનીએ 1999-2000 સિઝનમાં બિહાર તરફથી રમતા રણજી ટ્રોફીથી પોતાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. ધોનીએ ઈસ્ટ ઝોન લીગમાં આસામ વિરુદ્ધ મેચની બીજી ઈનિંગમાં રિયાનના પિતા પરાગ દાસને સ્ટમ્પ આઉટ કર્યા હતા. દાસે તે મેચમાં 24 બોલ પર 30 રન બનાવ્યા હતા. બિહારે આ મેચમાં 191 રનથી વિજય મેળવ્યો હતો.
ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેએ ટ્વીટર પર રોચક આંકડા જારી કરતા લખ્યું, ઘણા વર્ષ પહેલા રણજી ટ્રોફીની 1999-2000 સિઝનમાં આસામની બીજી ઈનિંગનો સ્કોરબોર્ડ જુઓ. આસામના ઓપનર પરાગ દાસને યુવા વિકેટકીપર એમએસ ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યાં હતા. પરાગ દાસ રિયાન પરાગના પિતા છે.
The ONLY reason why Riyan Parag is able to finish this match..
Agree or Die.#IPL2019#RRvMI pic.twitter.com/gxCIvX8DJr
— . (@_cleanbowled) April 20, 2019
25 એપ્રિલે રિયાને કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ 31 બોલ પર 47 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને રાજસ્થાન રોયલ્સની જીતમાં હીરો બન્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે