આ ખેલાડીના આઉટ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સે મેચ ગુમાવી દીધી હતી! આવું અમે નહીં, આકાશ અંબાણીનું કહી રહ્યું છે રિએક્શન

સૂર્યકુમાર યાદવ જ્યારે 43 રનના સ્કોર પર હતા અને સળંગ બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા, ત્યારે બાઉન્ડ્રીની પાસે કેચ આઉટ થયા. તે દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ સ્ટેન્ડ્સમાં આશ્ચર્યજનક ભર્યું રિએક્શન આપ્યું. આકાશ અંબાણીનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ ખેલાડીના આઉટ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સે મેચ ગુમાવી દીધી હતી! આવું અમે નહીં, આકાશ અંબાણીનું કહી રહ્યું છે રિએક્શન

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં હવે રોમાંચ વધી રહ્યો છે. બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં સળંગ પાંચમી વાર છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે કોઈ મેચ ગુમાવી હોય. અત્યાર સુધીમાં મુંબઈની ટીમ આ સીઝનમાં એક પણ મેચ જીતી શકી નથી.

પંજાબ કિંગે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી સંઘર્ષમય હાર આપી અને મોટા સ્કોરવાળી ગેમમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો. મેચમાં એકવાર તો એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ આ મેચને સરળતાથી જીતી લેશે, પરંતુ સૂર્યકુમાર યાદવ આઉટ થતા જ આખી ગેમ પલટાઈ ગઈ અને મુંબઈના ફેન્સની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું હતું. સૂર્યકુમાર યાદવે પોતાની ઈનિંગમાં 30 બોલમાં 43 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગો અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

— Cricket Holic (@theCricketHolic) April 13, 2022

સૂર્યકુમાર યાદવ જ્યારે 43 રનના સ્કોર પર હતા અને સળંગ બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા, ત્યારે બાઉન્ડ્રીની પાસે કેચ આઉટ થયા. તે દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ સ્ટેન્ડ્સમાં આશ્ચર્યજનક ભર્યું રિએક્શન આપ્યું. આકાશ અંબાણીનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે.

સૂર્યકુમાર યાદવે 19મી ઓવરના ચોથા બોલ પર મોટો શોર્ટ ફટકારવાના ચક્કરમાં ઓડિએન સ્મિથે કેચ પકડ્યો હતો. તેના સાથે જ મુંબઈની જીતની આશાઓ પર પાણી ફેરવાઈ ગયું. તમને જણાવી દઈએ કે આકાશ અંબાણી સિવાય આ મેચમાં તેની પત્ની શ્લોકા અંબાણી અને માતા નીતા અંબાણી પણ ટીમને ચેયર કરવા પહોંચ્યા હતા.

જો મેચની વાત કરીએ તો પંજાબ કિંગે આ મેચમાં 198 રન બનાવ્યા હતા, તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર 186 રન જ બનાવી શકી. મુંબઈ તરફથી ડેવાલ્ડ બ્રેવિસે 49 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, જેમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની આ સીઝનમાં આ સળંગ પાંચમી હાર છે અને ટીમને હજુ પણ પહેલી જીતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news