New League: IPL જેવી વધુ એક લીગ શરૂ કરવાની તૈયારીમાં BCCI,જાણો કેવું હશે ફોર્મેટ અને ક્યાં રમાશે મેચ

BCCI: ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલ જેવી વધુ એક લીગ શરૂ કરવાની તૈયારીમાં છે. આ લીગ 10-10 ઓવરના ફોર્મેટમાં હોઈ શકે છે. 

New League: IPL જેવી વધુ એક લીગ શરૂ કરવાની તૈયારીમાં BCCI,જાણો કેવું હશે ફોર્મેટ અને ક્યાં રમાશે મેચ

નવી દિલ્હીઃ BCCI Works On New League: દુનિયાભરમાં 10-10 ઓવરના ક્રિકેટ મુકાબલાને જે રીતે જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે તેને જોતા ભારતમાં પણ આ ફોર્મેટની લીગ શરૂ કરવાની તૈયારીમાં છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ સૌથી નાના ફોર્મેટ માટે એક લીગ શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. તે માટે બ્લૂ પ્રિંટ પણ તૈયાર કરી લેવામાં આવી છે. જો બધુ બરાબર રહ્યું તો સંભવતઃ લીગ આગામી વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાઈ શકે છે.

મનીકંટ્રોલના એક રિપોર્ટમાં સામે આવ્યું કે બીસીસીઆઈ દ્વારા ટી10 ફોર્મેટમાં લીગ શરૂ કરવાની યોજના શેરધારકોને પસંદ આવી છે. આ લીગ 20-20 ઓવરના ફોર્મેટમાં પણ રમાવાની સંભાવના છે. તેના પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે. તેમાં ભાગ લેનાર ખેલાડીઓની ઉંમર મર્યાદા નક્કી કરવા પર વિચાર ચાલી રહ્યો છે. ઉંમરની મર્યાદા એટલા માટે રાખી શકાય છે, જેથી આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર કોઈ પ્રભાવ ન પડે.

BCCI ની આ યોજના આઈપીએલ ફ્રેન્ચાઇઝીની મંજૂરી પર નિર્ભર રહેશે. હકીકતમાં આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે બીસીસીઆઈનો આ મામલામાં કરાર છે. એટલે કે આઈપીએલ જેવી અન્ય કોઈપણ લીગ શરૂ કરવાના મામલામાં બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝીની મંજૂરી લેવી પડશે. આવું એટલા માટે જેથી નવી લીગથી જૂની ફ્રેન્ચાઇઝીએ કોઈ આર્થિક નુકસાન સહન ન કરવું પડે.

હજુ આ પ્લાનને વધુ સારો બનાવવા માટે ચર્ચા ચાલી રહી છે. જેમાં તે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે શું દર વર્ષે ભારતમાં આ લીગ રમાશે કે તેનું આયોજન દર વર્ષે નવા વેન્યૂ પર થશે. તેને ટી20 કે ટી20માંથી કયાં ફોર્મેટમાં રમાડવામાં આવે? ઉંમરની મર્યાદા રાખવામાં આવે કે નહીં? આ લીગમાં નવી ફ્રેન્ચાઇઝીને રાઇટ્સ વેચવામાં આવે કે આઈપીએલ ફ્રેન્ચાઇઝીની સાથે કોઈ નવો કરાર કરવામાં આવે? આ તમામ સવાલોના જવાબ તમને આવનારા દિવસોમાં મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news