'આતંકી દેશ છોડી દેવો જોઈએ' ટ્વીટ લાઇક કરી ફસાયો PAK બોલર મો. આમિર

આ ઘટનાને લઈને આમિરને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આમિર સ્પોટ ફિક્સિંગ મામલામાં પાંચ વર્ષનો પ્રતિબંધ ભોગવી ચુક્યો છે અને ત્યારબાદ તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વાપસી કરી હતી. 

'આતંકી દેશ છોડી દેવો જોઈએ' ટ્વીટ લાઇક કરી ફસાયો PAK બોલર મો. આમિર

લાહોરઃ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાથી માત્ર 27 વર્ષની ઉંમરમાં નિવૃતી લેનાર પાકિસ્તાનનો ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર હવે બ્રિટનના વીઝા ઈચ્છે છે અને ત્યાં રહેવા માગે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, આમિરની પત્ની નરગિસ મલિકા જે બ્રિટનની નાગરિક છે, તેણે પહેલા જ સ્પાઉસ વીઝા માટે અરજી કરી દીધી છે. 

આ વચ્ચે મોહમ્મદ આમિરે એક ટ્વીટને લાઇ કર્યા બાદ નવા વિવાદને જન્મ આપી દીધો છે. ઘટના બની કે પાકિસ્તાનના ખેલ પત્રકાર સાજ સાદિકે એક ટ્વીટમાં લખ્યું, 'સમજાતું નથી કે કેમ કેટલાક લોકો મોહમ્મદ આમિરના બ્રિટિશ પાસપોર્ટ માટેની અરજીને આટલું મહત્વ આપી રહ્યાં છે. તે તેના માટે અરજી કરવાનો હકદાર હતો અને તેનો અર્થ એ નથી કે તે પાકિસ્તાન માટે રમવાનું બંધ કરી દેશે.'

— Saj Sadiq (@Saj_PakPassion) July 28, 2019

ત્યારબાદ એક ફેને લખ્યું, 'મારૂ માનવું છે કે મોહમ્મદ આમિરે આતંકી દેશ છોડી દેવો જોઈએ.' મોહમ્મદ આમિરે આ ટ્વીટને લાઇક કર્યું. ત્યારબાદ આ વિવાદ શરૂ થઈ ગયો છે. 

આ પહેલા મામલો તૂલ પકડે આમિરે તે ટ્વીટને અનલાઇક પણ કરી દીધું હતું. પરંતુ ત્યારે ઘણું મોડુ થઈ ગયું હતું. મોહમ્મદ આમિરનો આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

— DIVYANSHU (@MSDivyanshu) July 28, 2019

આ ઘટનાને લઈને આમિરને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડી રહ્યો છે. આમિર સ્પોટ ફિક્સિંગ મામલામાં પાંચ વર્ષનો પ્રતિબંધ ભોગવી ચુક્યો છે અને ત્યારબાદ તેણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વાપસી કરી હતી. 

— Karthik Gangadhar (@karthikg1643) July 29, 2019

36 ટેસ્ટ મેચ
પોતાના દેશ માટે 36 ટેસ્ટ મેચ રમનાર આમિરે કહ્યું કે, તે નિર્ધારિત ઓવર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છે છે અને તેથી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું છે. 

17 વર્ષની ઉંમરે પ્રથમ ટેસ્ટ
આમિરે 17 વર્ષની ઉંમરમાં 2009મા શ્રીલંકા વિરુદ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તેણે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં કુલ 119 વિકેટ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news