અખિલેશ ગરીબોને ભુલી પોતાનું ઘર સજાવવામાં જ વ્યસ્ત રહ્યા: PM મોદી
કાર્યક્રમ નગર વિકાસ સાથે જોડાયેલી સરકારની ત્રણ મહત્વપુર્ણ યોજનાઓ વડાપ્રધાન આવાસ યોજના, અટલ મિશન ફોર રીજોલ્યુશન ઓફ અરબન ટ્રાન્સફોર્મેશન અને સ્માર્ટસિટીઝ મિશનની ત્રીજી વર્ષગાંઠ પ્રસંગે આયોજીત કરાયું
Trending Photos
લખનઉ : મિશન 2019ને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઉત્તરપ્રદેશની મુલાકાતે જઇ રહ્યા છે. આ કડીમાં વડાપ્રધાન મોદી શનિવારે રાજધાની લખનઉ ખાતે પહોંચ્યા. અમૌસી એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાન મોદી આઇજીપી પહોંચ્યા હતા. અહીં ટ્રાન્સફોર્મિંગ અરબન લેન્ડસ્કેપ નામના કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમ નગર વિકાસ વિકાસ સાથે જોડાયેલી સરકારની ત્રણ મહત્વપુર્ણ યોજનાઓ વડાપ્રધાન આવાસ યોજના (શહેરી), અટલ મિશન ફોર રીજુવેનેશન ઓફ અરબન ટ્રાન્સ્ફોર્મેશન (અમૃત) અને સ્માર્ટ સિટીઝ મિશનની ત્રીજી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવ્યો હતો.
ભાગીદારી અંગે આપ્યો સણસણતો જવાબ
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાગીદારીવાળા આરોપનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મારા પર આરોપ લગાવાયો છે કે હું ચોકીદાર નહી પરંતુ ભાગીદાર છું. હું તેને ઇનામ માનું છું. મને ગર્વ છેકે હું દેશના ગરીબોનો ભાગીદાર છું, દુખીયારી માંનો ભાગીદાર છું. હું તે માંની પીડાનો પણ ભાગીદાર છું જે ચુલાના ધુમાડામાં રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીની આવકમાં થયેલા વધારા અને રાફેલ વિમાન સોદામાં ગોટાળાનો આોપ લગાવતા વડાપ્રધાન મોદીને ચોકીદારના બદલે ભાગીદાર ગણાવતા રહ્યા હતા.
અખિલેશના બંગ્લા અંગે વ્યંગ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, યુપીમાં કેન્દ્રની યોજનાઓને ગત્ત સરકાર દરમિયાન લાગુ કરવામાં મુશ્કેલીઓ આવી. સપા અધ્યક્ષ અને પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યું કે, ગત્ત સરકાર લોકોનાં ઘર નથી બનાવી શકી કારણ કે તેમનો સિંગલ પોઇન્ટ પ્રોગ્રામ પોતાના બંગ્લાને સજાવવા અને સુંદર બનાવવાનો હતો.
આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક ભાઇ બહેનો અને પુત્રીઓને તેમના મકાનની ચાવીઓ સોંપવામાં આવી તો તે મેળવીને જે ચમક તેમના ચહેરા પર હતી, ઉજ્વળ ભવિષ્યનો જે આત્મવિશ્વાસ તેમની આંખોમાંથી ઝળકી રહ્યો હતો, તે આપણા બધા માટે ખુબ જ મોટી પ્રેરણા છે. તેમણે કહ્યું કે, દેશના ગરીબ- બેઘદર ભાઇ બહેનોનાં જીવનને બદલતું જોવા સાચે જ એક અનોખો અનુભવ છે. વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી.
દેશવાસીઓનું જીવન મજબુત બન્યું
શહેરના ગરીબ-બેઘર ને પાક્કુ મકાન આપવાનું અભિયાન હોય, 100 સ્માર્ટ સિટી હોય કે પછી 500 અમૃત સિટી હોય, કરોડો દેશવાસીઓના જીવનને સરળ, સુગમ અને સુરક્ષીત બનાવવા માટેનો અમારો સંકલ્પ આજે ત્રણ વર્ષ પછી પણ વધારે મજબુત થયો છે.
અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ
વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં પુર્વ મુખ્યમંત્રી અને લખનઉના સાંસદ રહેલા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. તેમણે શહેરી વિકાસમાં અટલની ભુમિકાને સર્વોપરી ગણાવી હતી. તેમણે કહ્યું કે, લખનઉને પુર્વ વડાપ્રધાને નગર વિકાસની કાર્યશાળાના સ્વરૂપે વિકસિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ તેમ પણ કહ્યું કે, આ સ્થળ દેશના શહેરી જીવનને નવી દિશા આપનારા મહાપુરૂષની કર્મભુમિ રહી છે.
કાર્યક્રમમાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાના લાભાર્થી સાથે વાતચીત પણ કરી. તે અગાઉ એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઇકે તેમનું સ્વાગત કર્યું. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે સહિત યોગી કેબિનેટના બાકી મંત્રીઓ પણ વડાપ્રધાન મોદીના સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાને દેશનના ત્રણ મહત્વપુર્ણ યોજનાઓની ત્રીજી વર્ષગાંઠ પર આયોજન માટે લખનઉની પસંદગી કરી હતી. નગર નિગમની આવકમાં વૃદ્ધી થવી જરૂરી છે. નગરીય ક્ષેત્રોની આવકમાં વધારો જોવા મળ્યો છે. આપણા બે જિલ્લા ગાઝીયાબાદ તથા લખનઉ મ્યૂનિસિપલ બ્રાંડ ઇશ્યું કરવા જઇ રહ્યા છે. 16 મહિનામાં પ્રદેશની અંદર ત્રણ મહત્વપુર્ણ યોજનાઓ સંપુર્ણ પ્રતિબદ્ધતા સાથે પ્રદેશમાં લાગુ કરવા માટેનું કામ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે