બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પહોંચી સિદ્ધુ, મેડલ થયો પાકો

ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનારી ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શુક્રવારે અહીં ચીનની બિંગ જિયાઓ પર રોમાંચક જીત મેળવી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

બેડમિન્ટન એશિયન ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પહોંચી સિદ્ધુ, મેડલ થયો પાકો

નવી દિલ્હીઃ ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનારી ભારતીય શટલર પીવી સિંધુએ શુક્રવારે અહીં ચીનની હિ બિંગ જિયાઓ પર રોમાંચક જીત મેળવી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીતની સાથે સિંદ્ધુએ મહાદ્વીપીય ચેમ્પિયનશિપમાં ખુદ માટે એક મેડલ પાક્કો કરી લીધો છે. આ ટૂર્નામેન્ટ કોરોનાને કારણે બે વર્ષ બાદ રમાઈ રહી છે. 

દિવસના એક અન્ય મુકાબલામાં પાંચમી વરીયતા પ્રાપ્ત મલેશિયાની આરોન ચિયા અને સોહ વોઈ યિકની જોડીએ પુરૂષ ડબલ્સ મુકાબલામાં ભારતના સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને 12-21 21-14 21-16 થી હરાવી. ચોથી વરીય પીવી સિંધુએ 2014 ગિમચિયોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેણે એક કલાક 16 મિનિટ સુધી ચાલેલા ક્વાર્ટર ફાઇનલમાં પાંચમી વરીયતા પ્રાપ્ત ચીની ખેલાડીને 21-9 13-21 21-19થી પરાજીત કરી છે.

સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનમાં બે સુપર 300 ટાઈટલ જીતનારી હૈદરાબાદની 26 વર્ષીય ખેલાડીનો સામનો હવે સેમીફાઇનલમાં જાપાનની સર્વોચ્ચ વરીય અકાને યામાગુચી સામે થશે. દુનિયાની સાતમાં નંબરની ખેલાડી સિંદ્ધુની મેચ પહેલા બિંગ જિયાઓ વિરુદ્ધ જીતનો રેકોર્ડ 7-9 હતો, જેની સાથે તે છેલ્લી બે મેચમાં હારી ચુકી છે. 

ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતવા દરમિયાન સિંદ્ધુએ બિંગ જિયાઓને હરાવી હતી અને આ સર્વોચ્ચ ભારતીય ખેલાડીએ ફરી અંતિમ તબક્કામાં દબાવનો સામનો કરતા રોમાંચક જીત મેળવી હતી. પૂર્વ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ શરૂથી પોતાના ઈરાદો જાહેર કરી દીધો હતો અને તેણે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ 11-2ની લીડ મેળવી લીધી હતી અને પછી દબદબો જાળવી રાખતા મેચમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news