અમરેલી હીરાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ત્રણ જિલ્લાની પોલીસે કરી 2ની ધરપકડ

અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. 

Updated By: Aug 11, 2019, 04:14 PM IST
અમરેલી હીરાનો વેપારી હનીટ્રેપમાં ફસાયો, ત્રણ જિલ્લાની પોલીસે કરી 2ની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: અમરેલીના હીરાના વેપારી હનીટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ પોલીસે ભાવનગર, અમરેલી અને આણંદ પોલીસ સાથે મળી ગેંગના બે આરોપીની ધરપકડ કરી છે. અમરેલીમાં રહેતા મુકેશભાઇ રાદડિયા લિલિયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. જેને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. 

મુકેશભાઇ અવારનવાર સુરત ખાતે વેપારના કામે જતા હતા. તેવામાં પંદરેક દિવસ પહેલા એક સ્ત્રીનો તેમના નંબર પર ફોન આવ્યો. આ સ્ત્રીએ મિત્રતા કરવાનું કહેતા મુકેશભાઇએ મિત્રતા કરવા હા પાડી. મુકેશભાઇએ પૂછ્યું કે, નંબર ક્યાંથી મળ્યો તો આ સ્ત્રીએ મળીને ઓળખી જશો તેવું કહ્યું હતું. હિના નામની મહિલાએ ફોન પર સંબંધો બાંધી મીઠી મીઠી વાતો શરૂ કરી અને મુકેશભાઈને પોતાની ટ્રેપમાં ફસાવ્યા હતા. તેવામાં 8મી ઓગષ્ટના રોજ આણંદ ખાતે તેની એક બહેનપણી હીરા ખરીદશે તેવી વાત કરી મુકેશભાઇને આણંદ જવાનું કહ્યું અને સોનલ નામની મહિલાનો નંબર આપ્યો હતો.

9મીના રોજ મુકેશભાઇ 3.10 લાખના હીરા અને 25 હજાર રોકડા લઇ આણંદ પહોંચ્યા હતા. બાદમાં મુકેશભાઇ આણંદના વૈભવ સિનેમા પાસે પહોંચ્યા ત્યાં સોનલ મળી હતી અને મુકેશભાઇને એક ઘરમાં લઇ જઇ જમાડ્યા હતા. બાદમાં હીરાની વાત કરવાના બહાને તેમને મકાનમાં ઉપરના માળે લઇ ગયા હતા. ત્યાં સોનલે પોતાના કપડા કાઢી મુકેશભાઇ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. ત્યાં મુકેશભાઇ ગભરાઇ જતા તેઓ બાથરૂમમાં દોડ્યા અને ત્યાં હીરાનું પેકેટ પેન્ટમાં સંતાડી દીધું હતું.

સુરત : તાપીના પાણી શહેરમાં ન પ્રવેશે માટે ફ્લડ ગેટ બંધ કરાયા, તો બીજી સમસ્યા ઉભી થઈ

તેવામાં અન્ય બે શખ્સો અને સોનલે મુકેશભાઇને માર મારી પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. મુકેશભાઇએ માર ખાઇને અમદાવાદના બાપુનગરની મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીમાં તેમના ભાઇ પાસે રૂપિયા આંગડિયુ કરાવ્યા હતા. બીજીતરફ મુકેશભાઇના ભાઇને શંકા જતા તેમણે બાપુનગરના સંબંધીને ફોન કરી પોલીસને જાણ કરાવી અને ત્યાં પોલીસે છટકુ ગોઠવી પૈસા લેવા આવનાર ઓઢવના આશુતોષ ગોસ્વામીને પોલીસ પાસે પકડાવી લીધો હતો. આણંદમાં જે ઘરમાં આ હનીટ્રેપ થઈ તે ઘરમાં રહેતી અલપાની પણ પોલીસે ધરપકડ કરી હતી. પણ આવા વેપારીઓ હનીટ્રેપમાં ફસાવી રુપિયા પડાવતી મહિલાનો ભોગ ન બને તે માટે પોલિસે પણ અપીલ કરી હતી.

વરસાદી માહોલને કારણે ટ્રેન અને બસ સેવા પર અસર, 7 ટ્રેન કેન્સલ થઈ

હીના મૂળ સુરતની છે. સોનલને વચ્ચે રાખી આ ટ્રેપ કરવામાં આવી હતી. જે ઘરમાં ટ્રેપ થઈ તે અલકાની પોલીસે ધરપકડ કરી હતી. અને રૂપિયા લેનાર આશુતોષની પણ ધરપકડ કરાઈ હતી. જોકે આ હનીટ્રેપ પાછળ મુખ્ય ભેજાબાજ હીના અને રાહુલ આહીર હોવાનું સામે આવ્યું છે. જે લોકોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બંને આરોપીઓ પકડાયા બાદ કેટલા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવ્યા છે તે બહાર આવશે.

જુઓ LIVE TV :