IPL 2021: આ બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાડેજાએ 5 સિક્સ સાથે એક ઓવરમાં ફટકાર્યા 37 રન

રવિવારે આરસીબી વિરુદ્ધ કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 19મી ઓવર સુધી ટીમનો સ્કોર 4 વિકિટે 154 રન હતો. 20 ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર 191 રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન ફટકાર્યા હતા. 
 
IPL 2021: આ બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાડેજાએ 5 સિક્સ સાથે એક ઓવરમાં ફટકાર્યા 37 રન

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ના 19મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કમાલની બેટિંગ કરી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સૌથી સફળ બોલરની એક ઓવરમાં તેણે 5 સિક્સ સાથે કુલ 37 રન ફટકારી દીધા. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકવાના મામલામાં હવે આ રેકોર્ડ સંયુક્ત રૂપથી હર્ષવ પટેલના નામે થઈ ગયો છે. 

રવિવારે આરસીબી વિરુદ્ધ કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. 19મી ઓવર સુધી ટીમનો સ્કોર 4 વિકિટે 154 રન હતો. 20 ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર 191 રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન ફટકાર્યા હતા. 

1 over 37 runs: @imjadeja's record-equalling final-over carnage. #CSKvRCB | #VIVOIPL | @ChennaiIPL https://t.co/Ot5gCUxjGE

— IndianPremierLeague (@IPL) April 25, 2021

જાડેજાએ પાંચ સિક્સ ફટકારી
આ સીઝનમાં સૌથી વધુ વિકેટ હાસિલ કરનાર બોલરે હવે એક ઓવરમાં સૌથી વધુ રન આપી દીધા. પ્રથમ ચાર બોલ પર જાડેજાએ ચાર સિક્સ ફટકારી, જેમાં એક નો-બોલ પણ સામેલ હતો. પાંચમાં બોલ પર ફરી સિક્સ અને અંતિમ બોલ પર બાઉન્ડ્રી આવી હતી. કુલ મળીને હર્ષલે એક ઓવરમાં 37 રન આપ્યા જે ટૂર્નામેન્ટમાં સૌથી મોંઘી ઓવરનો સંયુક્ત રેકોર્ડ છે. 

બાબર આઝમે વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ તોડ્યો, ટી20માં પૂરા કર્યા બે હજાર રન

આઈપીએલમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર
હર્ષલે ચેન્નઈ વિરુદ્ધ 25 એપ્રિલે 37 રન આપ્યા જે ઈતિહાસમાં નોંધાઈ ગયા છે. આ પહેલા કોચ્ચિ કસ્ટર્ષની ટીમના પરમેશ્વરને 2021માં આરસીબી સામે એક ઓવરમાં આટલા રન આપ્યા હતા. ત્યારે ગેલ સ્ટ્રાઇક પર હતો. તો 2014માં પંજાબના બોલર પરવિંદર અવાનાની ઓવરમાં રૈનાએ 32 રન ફટકાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news