KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસો

Rinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025 ઓક્શનની તૈયારી શરૂ કરી છે. ખેલાડીઓના રિટેન્શન મુદ્દે ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક પણ કરી હતી.
 

KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસો

Rinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સીઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન થવાનું છે. તે પહેલા આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક યોજી હતી. તેમ છતાં હજુ સુધી રિટેન્શન પર કોઈ નિર્ણય લેવાયો નથી. અત્યાર સુધીના નિયમો અનુસાર એક ટીમ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે. કેટલીક ટીમોએ તેની સંખ્યા વધારવાની માંગ કરી છે તો કોઈએ તેનો વિરોધ કર્યો છે. 

શું રિંકૂને રિટેન કરશે KKR ની ટીમ?
આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટરાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી ટ્રોફી કબજે કરી હતી. તેની જીતમાં યુવા સ્ટાર રિંકૂ સિંહનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. હવે સૌથી મોટો સવાલ છે કે રિંકૂ સિંહ આગામી સીઝનમાં કોલકત્તા નાઈટરાઈડર્સ માટે રમશે કે નહીં. બધાની નજર તેના પર હશે કે શું કોલકત્તાની ટીમ તેને રિટેન કરે છે કે નહીં. તેને લઈને જ્યારે રિંકૂને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે રસપ્રદ જવાબ આપ્યો છે. 

કોહલીની ટીમમાં જવા ઈચ્છે છે રિંકૂ સિંહ
રિંકૂ સિંહે કહ્યું કે જો કોલકત્તા નાઈટરાઈડર્સ તેને રિલીઝ કરે છે તો તે દિગ્ગજ બેટર વિરાટ કોહલીની આરસીબી સાથે જોડાવા ઈચ્છે છે. રિંકૂએ 2018માં કોલકત્તા માટે આઈપીએલમાં પર્દાપણ કર્યું હતું અને આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સ સામે સતત પાંચ સિક્સ ફટકારી ખુબ ચર્ચામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ તક સાથે વિશેષ વાતચીતમાં રિંકૂએ કહ્યું કે જો કેકેઆર તેને હરાજી પહેલા રિલીઝ કરે છે તો તે આરસીબી સાથે જોડાશે, કારણ કે વિરાટ કોહલી ત્યાં છે. 

સૂર્યા અને રોહિતના નેતૃત્વ પર રિંકૂનો જવાબ
સૂર્યકુમાર યાદવના નેતૃત્વ વિશે પૂછવા પર રિંકૂએ જવાબ આપ્યો કે તે ખુબ શાંત કેપ્ટન છે. રિંકૂએ કહ્યું- તે ખુબ સારો કેપ્ટન છે. હું રોહિત ભાઈના નેતૃત્વમાં પણ રમ્યો છું. તે ખુબ શાંત છે અને વધુ વાત કરતા નથી. તે ખુબ સારા કેપ્ટન છે. રિંકૂ ટી20 વિશ્વકપ 2024 ટીમ માટે ટ્રાવેલિંગ રિઝર્વમાં હતો અને આ ટૂર્નામેન્ટ બાદ તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ પાંચ મેચની ટી20 સિરીઝ રમી હતી. ત્યારબાદ તે શ્રીલંકા સામે પણ જોવા મળ્યો હતો.

ઉત્તર પ્રદેશ ટી20 લીગમાં રમશે રિંકૂ
હવે રિંકૂ ઉત્તર પ્રદેશ ટી20 લીગના એક્શનમાં જોવા મળશે, જ્યાં તે મેરઠ મેવેરિક્સની કમાન સંભાળશે. ટૂર્નામેન્ટની શરૂઆત 25 ઓગસ્ટે થશે. રિંકીની મેરઠ ટીમ 25 ઓગસ્ટે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news