Team India : બુમરાહે વિરાટ-ધોની અને રોહિતની કેપ્ટન્સીનું રહસ્ય ખોલ્યું, બધાની સામે રાખ્યું મોટું સત્ય

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તાજેતરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું છે. તેમણે ત્રણેય કેપ્ટનોની ખાસિયત પણ જમાવી છે. 

Team India : બુમરાહે વિરાટ-ધોની અને રોહિતની કેપ્ટન્સીનું રહસ્ય ખોલ્યું, બધાની સામે રાખ્યું  મોટું સત્ય

Jasprit Bumrah Statement : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તાજેતરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને એમએસ ધોનીની અલગ-અલગ કેપ્ટનશિપને લઈને નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે બુમરાહ તે કેટલાક ભારતીયોમાં સામેલ છે, જે રોહિત, વિરાટ અને ધોનીની આગેવાનીમાં રમ્યો છે. બુમરાહે ધોનીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તેણે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમતી વખતે તેના પ્રદર્શન અને બોલિંગમાં વધુ પ્રગતિ કરી. હવે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માની કપ્તાનીમાં બુમરાહ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને મેચો જીતી રહ્યો છે. આવો જાણીએ બુમરાહે ત્રણેય કેપ્ટનના નેતૃત્વ વિશે શું કહ્યું.

રોહિતના નેતૃત્વ પર શું કહ્યું? 
જસપ્રીત બુમરાહે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટી20 વિશ્વકપ 2024માં વિજેતા બનાવનાર વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને કહ્યું- રોહિત તે કેટલાક કેપ્ટનોમાંથી એક છે, જે બેટર હોવા છતાં બોલરો પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. તેણે રોહિતને ખેલાડીઓ સાથે ભાવનાત્મક સ્તર પર જોડાવા, તેના પડકાર સમજવા અને ફીડબેક આપવાની પ્રશંસા કરી. બુમરાહે કહ્યું- રોહિત કઠોર નથી. તે ફીડબેક માટે તૈયાર રહે છે. 

ધોનીના નેતૃત્વ પર કહી મોટી વાત
બુમરાહે એમએસ ધોનીના નેતૃત્વના અનુભવ વિશે કહ્યું- જેણે ભારતને 2011ના વિશ્વકપ સહિત ત્રણ આઈસીસી ટ્રોફી અપાવી છે. બુમરાહે કહ્યું- એમએસે મને ખુબ જલ્દી સેફ્ટી આપી છે. તેને પોતાની સહજ પ્રવૃત્તિ પર વિશ્વાસ છે અને તે ઓવર પ્લાનિંગ બનાવવામાં વિશ્વાસ રાખતો નથી. બુમરાહ પ્રમાણે ધોનીના આ વિશ્વાસે તેને આંતરરાષ્ટ્રીય મંચો પર સારૂ પ્રદર્શન કરવામાં અને વધુ વિશ્વાસ અપાવ્યો છે. 

વિરાટ કોહલીને લઈને આપ્યું નિવેદન
બુમરાહે કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીનો કાર્યકાળ, તેનું જનૂન અને એનર્જીથી ભરેલો જણાવ્યો. બુમરાહે કહ્યું- વિરાટ એનર્જીથી પ્રેરિત, ભાવુક છે અને તે પોતાના દિલની વાત ખુલીને કહે છે. તેણે કોહલીને ટીમના ફિટનેસ માપદંડોને બદલવા અને કેપ્ટનના રૂપમાં પદ છોડ્યા બાદ પણ પોતાની નેતૃત્વ ક્ષમતાને બનાવી રાખવાનો શ્રેય આપ્યો. બુમરાહે આગળ કહ્યું- હવે વિરાટ કેપ્ટન નથી, પરંતુ તે હજુ પણ એક લીડર છે. કેપ્ટનશિપ એક પદ છે, પરંતુ એક ટીમને 11 લોકો ચલાવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news