India vs australia 4th test: Pant એ તોડ્યો Dhoni નો રેકોર્ડ, આ ત્રિપુટીએ ભારતને અપાવી ઐતિહાસિક જીત

India vs Australia 4th Test: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1 હજાર રન પુરા કરવા મુદ્દે ઋષભ પંત (Rishabh Pant) એ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પંતે માત્ર 23 ઈનિંગમાં જ આ સિદ્ધ હાંસલ કરી લીધી છે.

India vs australia 4th test: Pant એ તોડ્યો Dhoni નો રેકોર્ડ, આ ત્રિપુટીએ ભારતને અપાવી ઐતિહાસિક જીત

બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયા સામેથી ચોથી ટેસ્ટમાં શાનદાર જીત હાંસલ કરીને ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ સર્જી દીધો છે. ઐતિહાસિક જીત મેળવીને ભારતે સિરીઝ પર કબજો જમાવ્યો છે. જોકે, આ જીતની સાથો-સાથ આ મેચમાં અનેક રેકોર્ડ પર થયા. જેમાં ટીમ ઈન્ડિયાના દરેક બેટ્સમેને ઓસ્ટ્રેલિયાઈ ફાસ્ટ બોલરની ધોલાઈ કરી. શુભમન ગીત હોય કે પછી પુજારા, ભારતીય બેટ્સમેને જબરદસ્ત પ્રદર્શન કર્યું.

પંતએ તોડ્યો ધોનીનો રેકોર્ડ
ભારતના લેફ્ટ હેન્થ બેસ્ટમેન ઋષભ પંત (Rishabh Pant) એ પણ ઓસ્ટ્રેલિયા સામે બેટીંગમાં દમખમ દેખાડ્યો. પંતે ટેસ્ટ ક્રિકેટમાં 1 હજાર રન પુરા કરી લીધાં. આ સાથે જ પંત સૌથી ઝડપથી 1 હજાર રન પુરા કરનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયાં. પંત (Rishabh Pant) એ ગાબા ઈંટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી. પંતે પૈટ કમિંસના બોલ પર ચોકો ફટકારીને પોતાના 1 હજાર રનનો આંકડો પુરો કર્યો.

23 વર્ષિય પંત (Rishabh Pant) એ ત્યાં સુધી પહોંચવા માટે 27 ઈનિંગ લાગી. એમનાથી પહેલાં આ રેકોર્ડ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના નામે હતો. ધોનીએ 32 ટેસ્ટ ઈનિંગમાં 1 હજાર રન પુરા કર્યા હતાં. પંતએ (Rishabh Pant)  ભારત માટે 16 વનડે અને 28 ટી-20 મેચ રમ્યાં છે. જેમાં ક્રમશઃ 374 અને 210 રન બનાવ્યાં છે.

ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ રંગ રાખ્યો
ઓસ્ટ્રેલિયા સાથે બ્રિસબનમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ટીમને ઐતિહાસિક જીત અપાવી. ચોથી ટેસ્ટમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની ઘાતક બોલિંગ સામે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન બેખૌફ બનીને રમ્યાં. 

ચોથી ટેસ્ટમાં આ ત્રિપુટીએ ભારતને અપાવી જીત
શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંત આ ત્રિપુટીએ ઓસ્ટ્રેલિયાના બોલરોની હવા કાઢી નાંખી. મુશ્કેલીના સમયમાં સંયમની સાથે સમજદારી દાખવીને આ ખેલાડીઓએ ટીમની જીત નિશ્ચિંત કરી નાંખી હતી. શુભમન ગિલે 146 બોલમાં 91 રન જ્યારે ચેતેશ્વર પુજારાએ ઘાયલ હોવા છતાં 211 બોલમાં 56 રન ફટકાર્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news