IPLમાં ઋષભ પંતની પ્રથમ સદી, હૈદરાબાદના બોલરોની કરી જોરદાર ધોલાઈ
ઋષભ પંત શાનદાર (અણનમ 128) સદી ફટકારતા દિલ્હીએ આજે ફિરોઝશાહ કોટલા મેદાન પર આઈપીએલની એક મહત્વપૂર્ણ મેચમાં હૈદરાબાદને 188 રનનો લક્ષ્યાંક આપ્યો.
Trending Photos
નવી દિલ્હી: ઋષભ પંત શાનદાર (અણનમ 128) સદી ફટકારતા દિલ્હીએ આજે ફિરોઝશાહ કોટલા મેદાન પર આઈપીએલની એક મહત્વપૂર્ણ મેચમાં હૈદરાબાદને 188 રનનો લક્ષ્યાંક આપ્યો. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેસલો લીધો અને પંતની પહેલી આઈપીએલ સદીના દમ પર 20 ઓવરોમાં પાંચ વિકેટના નુકસાન પર 187 રન કર્યાં. પંતે આઈપીએલમાં પોતાની પહેલી સદી ફટકારી અઆને કોઈ પણ સત્રમાં કોઈ પણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર પણ છે. તેણે સિદ્ધાર્થ કોલના બોલ પર 19મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી.
આ સાથે જ પંતે આઈપીએલમાં પોતાના એક હજાર રન પણ પૂરા કરી લીધા છે. આ સીઝનમાં પંતના અત્યાર સુધીની 11 મેચોમાં 521 રન થઈ ગયા છે. પંતે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને એક છેડો સાચવી રાખ્યો હતો. તેના સિવાય દિલ્હીનો કોઈ બેટ્સમેન કમાલ કરી શક્યો નહીં. ઈનિંગની શરૂઆત પૃથ્વી શો એ કરી હતી પરંતુ તે 9 રન કરીને આઉટ થઈ ગયો. જ્યારે જેસન રોય 11 રને આઉટ થયો. શાકિબ અલ હસને એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી.
દિલ્હીની ટીમે પાવરપ્લેમાં બે વિકેટના નુકસાને 36 રન કર્યાં હતાં. પૃથ્વી અને જેસન પેવેલિયન ભેગા થતા ટીમને સંભાળવા માટે ઋષભ અને કેપ્ટન શ્રેયસ અય્યર આવ્યાં. જેમણે 22 રન જોડીને ટીમના સ્કોરને 43 સુધી પહોંચાડ્યો. શ્રેયસ એક ભૂલના કારણે સંદીપના બોલ પર આઉટ થઈ ગયો. દિલ્હી પોતાના દાવમાં 10 ઓવરમાં માત્ર 52 રન જ કરી શકી હતી. ત્યારબાદ ઋષભ પંતે હર્ષ પટેલ સાથે મળીને ટીમની લડખડાતી ઈનિંગને સંભાળવાની કોશિશ કરી. બંનેએ ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી અને ટીમના સ્કોરને 98 પર પહોંચાડ્યો હતો. જો કે ત્યારબાદ હર્ષલ રન આઉટ થઈ ગયો.
ઋષભે એક છેડો સાચવી રાખ્યો હતો. હર્ષદ બાદ ગ્લેન મેક્સવેલ આવ્યો. ખરાબ ફોર્મમાં હોવા છતાં તેણે ઋષભને સાથ આપ્યો અને પાંચમી વિકેટની ભાગીદારીમાં બંનેએ 63 રન જોડ્યાં જો કે મેક્સવેલના તો 9 રન જ હતાં. ત્યારબાદ હેલ્સના હાથે આઉટ થઈ ગયો.
પંતે ભુવનેશ્વર દ્વારા ફેકવામાં આવેલી છેલ્લી ઓવરમાં 26 રન લીધા અને દિલ્હીના સ્કોરને 187 સુધી પહોંચાડ્યો. ઋષભે 63 બોલનો સામનો કરીને 15 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતાં. આ વખતે હૈદરાબાદના શાનદાર બોલરમાં સામેલ રાશિદ ખાનને એક પણ વિકેટ મળી નહીં. શાકિબે સૌથી વધુ બે વિકેટ લીધી. ભુવનેશ્વરને એક વિકેટ મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે