ઋષભ પંતે પોતાની સ્ફોટક બેટિંગનો કર્યો રસપ્રદ ખુલાસો, કહ્યું- 'ફરક નથી પડતો....'

: ઈન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)માં દિલ્હી માટે ટાકણે જ ઋષભ પંતે કમાલ કરી બતાવ્યો અને એલિમિનેટર મેચમાં હૈદરાબાદ સામે ટીમને જીતના દરવાજે લાવીને મૂકી દઈ પેવેલિયન ભેગો થયો.

ઋષભ પંતે પોતાની સ્ફોટક બેટિંગનો કર્યો રસપ્રદ ખુલાસો, કહ્યું- 'ફરક નથી પડતો....'

વિશાખાપટ્ટનમ: ઈન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)માં દિલ્હી માટે ટાકણે જ ઋષભ પંતે કમાલ કરી બતાવ્યો અને એલિમિનેટર મેચમાં હૈદરાબાદ સામે ટીમને જીતના દરવાજે લાવીને મૂકી દઈ પેવેલિયન ભેગો થયો. દિલ્હીની બે વિકેટથી થયેલી જીતમાં પંતની મહત્વની ભૂમિકા રહી. પંતે કહ્યું કે જ્યારે તેઓ તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે તો તેમને કોઈ જ ફરક નથી પડતો કે બોલિંગ કોણ કરી રહ્યું છે. 

દિલ્હીની જીત પંતે સરળ કરી નાખી
પંતે 21 બોલમાં 49 રનની ઈનિંગ ખેલી જેમાં 5 છગ્ગા માર્યા. જેનાથી દિલ્હીની હૈદરાબાદ સામે જીત સરળ બની ગઈ અને છેલ્લી ઓવરમાં થોડાઘણા સંઘર્ષ થવા છતાં ટીમ જીત મેળવવામાં સફળ રહી. મેન ઓફ ધ મેચ રહેલા પંતે મેચ બાદ કહ્યું કે, "ટી20માં તમારે 20 બોલમાં 40 કે પછી તેનાથી વધુ રન બનાવવાની જરૂર હોય છે, પછી તમારે એક બોલર વિરુદ્ધ આક્રમણ કરવાનું હોય છે. બોલિંગ કોણ કરે છે તે હું જોતો નથી."

આ ઈનિંગમાં પંતે કર્યું હતું આ અલગ પ્રકારનું કામ
પંતે એ પણ જણાવ્યું કે તેની ઈનિંગમાં આ વખતે છેલ્લી ઈનિંગ્સની સરખામણીમાં શું અંતર રહ્યું. તેણે કહ્યું કે, "હવે તે મારી આદતમાં સામેલ થઈ ગયું છે. અને આથી અમે આટલો વધારે અભ્યાસ કરીએ છીએ. આ વખતે તે વિશેષ રહ્યું કારણ કે મેં બોલને વધુ જોરથી હિટ કરવાનો પ્રયત્ન ન કર્યો. હું ફક્ત બોલને જોઈ રહ્યો હતો અને યોગ્ય સમયે હિટ કરવાની કોશિશ કરી રહ્યો હતો." પંતે આ અગાઉ રાજસ્થાન વિરુદ્ધ હાફ સેન્ચ્યુરી મારી હતી. 

જુઓ LIVE TV

મેચ ફિનિશ ન કરવાનો અફસોસ
પંતને જો કે એ વાતનો અફસોસ રહ્યો કે ટીમ માટે તે મેચ ફિનિશ કરી શક્યો નહીં. પરંતુ તે પોતાની ટીમની આ જીતથી પણ ઘણો સંતુષ્ટ જોવા મળ્યો. તેણે વધુમાં કહ્યું કે, "જો તમે આ રીતે વિકેટ પર જામી જાઓ તો તમારી ટીમ માટે મેચ ખતમ કરવી જોઈએ. હું નજીક લઈ ગયો પરંતુ નેક્સ્ટ ટાઈમ ટીમ માટે ફિનિશ કરીશ. હું થોડો સકારાત્મક થવાની કોશિશ કરીશ. જો નકારાત્મક થઈએ તો તે મદદરૂપ થતું નથી."

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news