વિમ્બલ્ડનઃ રોજર ફેડરરની શાહી શરૂઆત, સ્ટીફન્સ હારી

ફેડરર સતત 20માં વર્ષે વિમ્બલ્ડન રમી રહ્યો છે. તેણે ગત વર્ષે મારિન સિલિચને હરાવીને રેકોર્ડ આઠમી વખત ટાઇટલ જીત્યું હતું.

વિમ્બલ્ડનઃ રોજર ફેડરરની શાહી શરૂઆત, સ્ટીફન્સ હારી

લંડનઃ રોજર ફેડરરે ત્રણ સેટમાં આસાન જીતની સાથે વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં નવમાં ટાઇટલ માટે પોતાના અભિયાનની સોમવારે શાનદાર શરૂઆત કરી. બીજીતરફ મહિલા વર્ગમાં યૂએસ ઓપન ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ ફરી પ્રથમ રાઉન્ડથી આગળ વધવામાં નિષ્ફળ રહી. ડિફેન્ડિંગ સહિત આઠ વખતનો ચેમ્પિયન ફેડરરે સર્બિયાના ડુસાન લાજોવિચને માત્ર 79 મિનિટમાં 6-1, 6-3, 6-4થી પરાજય આપ્યો. જાપાની કંપની યૂનિક્લોનો લોગો લગાવીને કોર્ટ પર ઉતરેલા ટોચના પ્રાધાન્ય પ્રાપ્ત સ્વિસ ખેલાડી આગામી રાઉન્ડમાં સ્લોવાકિયાના લુકાસ અને ફ્રાન્સના બેંજામિન બોંજી વચ્ચે યોજાનારી મેચના વિજેતા સામે ટકરાશે. 

ફેડરર સતત 20માં વર્ષે વિમ્બલ્ડન રમી રહ્યો છે. તેણે ગત વર્ષે મારિન સિલિચને હરાવીને રેકોર્ડ આઠમી વખત ટાઇટલ જીત્યું હતું. ત્રીજી પ્રાયોરિટી પ્રાપ્ત સિલિચે સરળતાથી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી. આ ક્રોએશિયાઈ ખેલાડીએ જાપાનના યોશિહિતો નિશિયોકાને સીધા સેટોમાં 6-1, 6-4, 6-4થી હરાવ્યો. સિલિચે ગત મહિને ક્વીન્સ ક્લબનું ટાઇટલ જીત્યું હતું. 

અમેરિકાના 11મી પ્રાયોરિટી પ્રાપ્ત સૈમ ક્વેરીએ પણ સારી શરૂઆત કરી. તેણે ઓસ્ટ્રેલિયાના જોર્ડન થામ્પસનને 6-2, 6-4, 6-3થી પરાજય આપ્યો. એક અન્ય મેચમાં ચિલીના નિકોલસ જૈરીએ સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિચને 6-3, 3-6, 7-6 (5), 6-4થી હરાવીને અપસેટ સર્જયો. ઓસ્ટ્રિયાના ડેનિસ નોવાકે કેનેડાના પીટર પોલંસ્કીને  6-2, 6-3, 7-6 (7)થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. 

મહિલા વર્ગમાં શરૂઆતથી કેટલાક અપસેજ જોવા મળ્યા. અમેરિકાની ચોથા ક્રમાંકિત સ્ટીફન્સ પ્રથમ રાઉન્ડમાં બહાર થનારી ખેલાડીઓમાં સામેલ છે. તેને ક્રોએશિયાની ડોના વેકિચે સીધા સેટમાં 6-1, 6-3થી હરાવી. ફ્રેન્ચ ઓપનની રનર્સઅપ સ્ટીફન્સ ગત વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. ચેક ગણરાજ્યની સાતમાં પ્રાયોરિટી પ્રાપ્ત કારોલિના પિલિસકોવાને અમેરિકાની હૈરિયટ ડાર્ટને 7-6 (7-2), 2-6, 6-1 હરાવવા માટે ત્રણ સેટ સુધી સંઘર્ષ કરવો પડ્યો. અમેરિકાના 10મી પ્રાયોરિટી પ્રાપ્ત મેડિસન કીજે ઓસ્ટ્રેલિયાની અલ્જા ટોમજાનોવિચને આસાનીથી 6-4, 6-2થી પરાજય આપ્યો. આ સાથે મહિલા વર્ગમાં વિનસ વિલિયમ્સે પણ વિજય સાથે શરૂઆત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news