ટીમ ઇન્ડિયાનો હિટમેન રોહિત શર્મા બન્યો પિતા, ઘરે આવી લક્ષ્મી

રોહિત શર્માની પત્ની રીતિકાએ પુત્રીને જન્મ આપ્યો છે. ઘરે લક્ષ્મીનું આગમન થતાં ક્રિકેટર રોહિત શર્માએ આનંદ વ્યક્ત કર્યો છે. પિતા બન્યાના ખબર જાણ્યા બાદ તરત જ રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે રવાના થયો છે. 

ટીમ ઇન્ડિયાનો હિટમેન રોહિત શર્મા બન્યો પિતા, ઘરે આવી લક્ષ્મી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ઘરે નવા વર્ષના એક દિવસ પૂર્વે ખુશીઓ બમણી થઇ છે. હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. રોહિત શર્મા પિતા બન્યો છે, આ સમાચાર જાણતાં જ તે ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે રવાના થઇ ગયો છે. રોહિતની પત્ની રીતિકાએ સ્વસ્થ પુત્રીને જન્મ આપ્યો છે. 

રોહિત શર્માન પહેલી વખત પિતા બન્યો છે. જે ખુશીથી ઝુમી ઉઠેલ રોહિત ઓસ્ટ્રેલિયા ટુર પરથી ભારત આવવા નીકળી ગયો છે. જેને પગલે આગામી 3જી જાન્યુઆરીથી શરૂ થતી અંતિમ ટેસ્ટ મેચમાં નહીં રમી શકે. સીરિજની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે. ભારત ચાર મેચની આ સીરિજમાં અત્યારે 2-1થી આગળ છે. 

રોહિત શર્મા મેલબોર્ન ટેસ્ટમાં 63 રનની શાનદાર ઇનિગ્સ રમ્યો હતો. એની ઇનિગ્સને પગલે ભારત 400થી વધુ રન બનાવી ઓસ્ટ્રેલિયા પર પ્રેશર બનાવી શક્યા હતા. જોકે તે બીજી ઇનિગ્સમાં સફળ થયો ન હતો અને માત્ર પાંચ રન બનાવી આઉટ થયો હતો. 

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા હવે સિડનીમાં રમાનાર ચોથી ટેસ્ટ નહીં રમે. એની જગ્યાએ કોઇ વધારાના ખેલાડીને ભારતથી નહીં મોકલાય. ત્યાં હાજર ખેલાડીઓમાંથી જ 11 ખેલાડીઓની પસંદગી કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news