IPL 2019: ચેન્નઈએ એન્ગિડીના સ્થાને ન્યૂઝીલેન્ડના આ ઓલરાઉન્ડરને ટીમમાં કર્યો સામેલ
ચેન્નઈ સુપર કિંગ્સે લુંગી એન્ગિડીના સ્થાને ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે દક્ષિણ આફ્રિકાના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર લુંગી એન્ગિડીની જગ્યા પર ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર સ્ટોક કુગલેઇનને ઈન્ડિયન પ્રીમિયર લીગના બાકીના મેચો માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ચેન્નઈના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચની પૂર્વ સંધ્યા પર જણાવ્યું કે, તેની ટીમે કુગલેઇનની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે, જે ફાસ્ટ બોલિંર કરવા સિવાય રન બનાવવામાં પણ સક્ષણ છે. તે આગામી સપ્તાહે ટીમ સાથે જોડાશે.
ફ્લેમિંગે કહ્યું, 'લુંગીની જગ્યા પર અમે કિંમતના આધાર પર અલગ સ્તરના ખેલાડીને પસંદ કર્યો.' અમે સ્કોટ કુગલેઇનને પસંદ કર્યો જે ન્યૂઝીલેન્ડની તરફથી રમે છે તથા ફાસ્ટ બોલિંગ કરવા સિવાય સારી બેટિંગ પણ કરે છે. આ રીતે અમે એક ઓલરાઉન્ડરને પસંદ કર્યો. તે આગામી સપ્તાહે ટીમ સાથે જોડાઈ જશે.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ડેવિડ વિલી પણ વ્યક્તિગત કારણોથી આઈપીએલમાંથી હટી ગયો છે પરંતુ ફ્લેમિંગે કહ્યું કે, તેના સ્થાન પર કોઈની પસંદગી ન કરી શકાય. તેમણે કહ્યું, 'અમે ડેવિડ વિલીના સ્થાન પર કોઈ અન્યની પસંદગી ન કરી શકીએ. ડેવિડનો પારિવારિક મામલો છે અને અમે તેનું સમર્થન કરીએ અને આગળ પણ કરતા રહીશું.'
ઉલ્લેખનીય છે કે કુગલેઇનની પાસે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો વધુ અનુભવ નથી. તેણે 2 વનડે મેચોમાં 5 વિકેટ અને 4 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2 વિકેટ ઝડપી છે. જ્યારે ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. તેણે 125 ફર્સ્ટ ક્લાસ ઈનિંગમાં 233 વિકેટ ઝડપી છે. જ્યારે 2563 રન પણ બનાવ્યા છે. આ સિવાય લિસ્ટ એની 71 ઈનિંગમાં 109 વિકેટ ઝડપી છે. આ પ્રતિભાશાળી ખેલાડીએ લિસ્ટ એમાં 974 રન પણ બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે